તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • કેન્દ્રસરકાર દ્વારા રૂ.500ની જુની નોટ આગામી 15 ડીસેમ્બર સુધી

કેન્દ્રસરકાર દ્વારા રૂ.500ની જુની નોટ આગામી 15 ડીસેમ્બર સુધી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કેન્દ્રસરકાર દ્વારા રૂ.500ની જુની નોટ આગામી 15 ડીસેમ્બર સુધી વિવિધ સેવાઓમાં સ્વીકારવાની અવધિ લંબાવી દેવામાંં આવતાં તેને પગલે લોકોએ અને વિવિધ વ્યવસાયકારોએ હળવાશભેેર તેમના વ્યવહારો કર્યા હતા જોકે કેટલાક પેટ્રોલપંપ, મેડીકલ સ્ટોર્સ અને મોબાઇલ રીચાર્જ સર્વિસમાં 500ની નોટ લેવાનો નનૈયો ભણી દેવાયો હતો.

બીએસએનએલની કચેરી ખાતેથી પણ કેટલાય ગ્રાહકોને રીચાર્જ રૂ.500ની નોટથી થઇ શકયુ નહોતું.

પાટણમાં શહેરના મધ્યમાં આવેલા ભારતી પેટ્રોલપંપ પર 500 જુની નોટથી રૂ.200 નું પેટ્રોલ રમેશભાઇ ગોસ્વામીએ ભરાવવા જતાં તેઓને પેટ્રોલ પુરીને રૂ. 300 પાછા અપાયા હતા.હવે ગ્રાહકો પાસેથી છૂટાપૈસા આવે છે અને રૂ.100 થી વધારે પેટ્રોલ પુરાવવું હોય તો છુટા આપવામાં અમને તકલીફ પડતી નથી તેમ કર્મચારીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...