તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • સિદ્ધપુરના ધારાસભ્ય જનતા દરબારમાં ‘ન’ પાસ ‘ન’ ફેઇલ : 6 માસની મહેતલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિદ્ધપુરના ધારાસભ્ય જનતા દરબારમાં ‘ન’ પાસ ‘ન’ ફેઇલ : 6 માસની મહેતલ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સરસ્વતીતાલુકાના વાહણા ખાતે ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા સિદ્ધપુર વિધાનસભાના રવિવારે અલ્પેશ ઠાકોરની અધ્યક્ષતામાં યોજાયેલ જનતા દરબારમાં સિદ્ધપુરમાં બંને મોટા નેતાઓની લડાઇમાં પ્રજાને ન્યાય મળતો નથી. દરબારમાં અનઉપસ્થિત બળવંતસિહ ઠાકોરને જનતાના 9 પ્રશ્નોનો જવાબ આપવા 6 મહિનાનો સમય આપ્યો છે, જવાબ નહિ મળે તો 2017માં જનતા જવાબ આપશે તેમ અલ્પેશ ઠાકોરે જણાવ્યુ હતું. ઠાકોર વિકાસ નિગમના ચેરમેન નંદાજી ઠાકોરને નિગમની સરકારમાં રચના થઇ પરંતુ ઠાકોર સમાજના ભાગે કશુ આવ્યુ નથી તેવી ટકોર કરી હતી.

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઓબીસી એકતા મંચના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે બનાસકાંઠા બાદ પાટણ જિલ્લામાં બીજા તબક્કાનો જનતા દરબાર સિદ્ધપુર વિધાનસભાના વાહણા ગામે રામદેવપીના આશીર્વાદ લઇને શુભારંભ કર્યો હતો. જનતા દરબારમાં વર્તમાન ધારાસભ્ય બળવંતસિહ રાજપૂતને નવ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જોકે તેઓ હાજર હોઇ તેમના પ્રતિનિધિ તરીકે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન, સિદ્ધપુર તાલુકા પંચાયત પ્રમુખ અને સરસ્વતી તાલુકા પ્રમુખે પ્રશ્નોના જવાબ અલ્પેશ ...અનુસંધાન પાન 8

સિદ્ધપુરનાધારાસભ્ય...

ઠાકોરનેઆપ્યા હતા. જનતા દરબારમાં બળવંતસિહ રાજપૂત અને પૂર્વ કેબીનેટમંત્રી જયનારાયણ વ્યાસ બંને મોટા નેતાઓની લડાઇમાં પ્રજાને ન્યાય મળતો નથી તેવો સૂર ઉઠ્યો હતો. અલ્પેશ ઠાકોરે ભાજપ અને કોંગ્રેસના આગેવાનોની ઉપસ્થિતિમાં ઠાકોર વિકાસ નિગમના ચેરમેન નંદાજી ઠાકોર સમક્ષ જણાવ્યુ કે, 1993થી ઠાકોર વિકાસ નિગમની સરકારમાં રચના થઇ પરંતુ ઠાકોર સમાજના ભાગમાં કશુ આવ્યુ નથી, હવે તમે સમાજના ચેરમેન તરીકે નિગમમાં બેઠા છો ત્યારે ઠાકોર સમાજ માટે 10 કરોડનું વાર્ષિક અનુદાન મળે તેવાપ્રયાસો કરવા ટકોર કરી હતી. જીભાજી ઠાકોર, સિદ્ધપુર તાલુકા પંચાયત પ્રમુખ વિક્રમસિંહ ઠાકોર, સરસ્વતી તાલુકાના પ્રમુખ વદનજી ઠાકોર,વિનુભાઇ, ગુજરાત પ્રદેશ સલાકાર સમિતિના પ્રમુખ રાયકણજી ઠાકોર, સિદ્ધપુર તાલુકા ઠાકોર સેનાના પ્રભાતસિહ ઠાકોર તથા સરસ્વતી તાલુકા ભવાનજી ઠાકોર વાહણા ગ્રામ સમિતિના પ્રમુખ બચુજી ઠાકોર સહિતકાર્યકરો મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો