તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • GIDC માટે મામલતદારો પાસે જમીનોની દરખાસ્ત મંગાવાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

GIDC માટે મામલતદારો પાસે જમીનોની દરખાસ્ત મંગાવાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

પાટણજિલ્લામાં ઔદ્યોગિક વિકાસના અભાવે આખો વિસ્તાર પછાત રહ્યો છે. રોજગારી માટે યુવાનોને અમદાવાદ, સુરત, કચ્છ, વડોદરા સહિતના શહેરો સુધી લાંબા થવું પડી રહ્યું છે. ત્યારે વિસ્તારનો જી.આઇ.ડી.સીનાં માધ્યમથી ઔદ્યોગિક વિકાસ થાય તે માટે જે તાલુકાઓમાં જીઆઇડીસીઓ નથી તેવા તાલુકાઓમાં જીઆઇડીસી સ્થાપવાની વિચારણા ચાલી રહી છે. તેના ભાગરૂપે મહેસુલ વિભાગે 50 હેક્ટરની મર્યાદામાં જમીનોની દરખાસ્તો મંગાવતા કલેક્ટર દ્વારા તમામ નવ તાલુકા મામલતદારો પાસે જમીન દરખાસ્તની માગણી કરાઇ છે. જેના પગલે તાલુકાકક્ષાએથી દરખાસ્તો કરવા માટેની ગતિવિધિઓ ચાલી રહી છે.

પાટણ જિલ્લાના હારિજ, સમી, શંખેશ્વર, સરસ્વતી અને સાંતલપુર તાલુકાઓનાં લોકો હજુ સુધી જીઆઇડીસીની સુવિધાથી વંચિત રહ્યા છે. જેના કારણે વિસ્તારનો ઓધોગીક વિકાસ શૂન્ય છે. જે વિસ્તારમાં જીઆઇડીસીઓ નથી તેવા વિસ્તારમાં જીઆઇડીસી સ્થાપીને તે વિસ્તારની ઉન્નતિ કરવા માટેની સરકારમાં વિચારણા ચાલી રહી છે અને તેનાં ભાગરૂપે રાજ્યના મહેસૂલ વિભાગે જમીનોની દરખાસ્તો પણ માંગી છે. ત્યારે પાટણ કલેક્ટરે તમામ નવ મામલતદારો પાસે 50 હેક્ટરની મર્યાદામાં જમીનની દરખાસ્ત કરવા માટે સુચના આપતા હારિજ, સમી અને શંખેશ્વર મામલતદારે જમીનની દરખાસ્તો તૈયાર કરીને કલેક્ટર કચેરી ખાતે મોકલી આપી હતી. પરંતુ ...અનુસંધાન પાન 8

જીઆઇડીસી...

જમીનનીબાબતોમાં વિવિધ કારણોસર તે દરખાસ્તોને પૂર્તતા માટે પરત મોકલવામાં આવી છે તેવું પાટણ કલેક્ટર કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું.અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો