તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • સમીના વરાણામાં ગુરૂપૂર્ણિમાના દિવસે વેદ પૂજન કરવામાં આવશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમીના વરાણામાં ગુરૂપૂર્ણિમાના દિવસે વેદ પૂજન કરવામાં આવશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભારતીયસંસ્કૃતિને પરમોચ્ચ વૈભવે લઇ જનારા વૈદિક વારસાની જાળવણીના ભાગરૂપે ઉત્તર ગુજરાતમાં સૌ પ્રથમવાર ગુરૂ પૂર્ણિમાના પાવન અવસરે વેદપુજનનો કાર્યક્રમ આઇ ખોડલધામ વરાણા ખાતે યોજાશે. વ્યક્તિ પૂજાના દોરમાં આપણે વૈદિક વારસો ભૂલાઇ જાય તે માટે ગોતરકા આશ્રમના સંત નિજાનંદજી બાપુ દ્વારા યોજાનારા કાર્યક્રમમાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ એમ ચારેય વેદનુ સમૂહ પૂજન કરાશે. વર્ષે ઉત્તર ગુજરાતમાં સૌ પ્રથમવાર પાટણના સમી તાલુકાના ખોડલધામ વરાણા ખાતે 19 જુલાઇએ વેદપૂજનનો કાર્યક્રમ યોજાશે. સવારે 8.30 કલાકે ચારેય વેદોનું સમૂહપૂજન કરાશે. કાર્યક્રમ અંગે નિજાનંદ બાપુએ જણાવ્યુ હતું કે, ભારતીય સંસ્કૃતિમાં ગુરૂજ્ઞાન અને ગુરૂસાનિધ્યનો અનેરો મહિમા રહેલો છે. ગુરૂ પૂર્ણિમાએ ગુરૂ વંદનાનો અને જ્ઞાન પૂજાનો મહિમાવંતો ઉત્સવ છે. પરંતુ જ્ઞાનનો પણ કોઇ ઉદગમ સ્ત્રોત હોય છે. જેમ કે ગમે તેવી તેટલી વિશાળ જળરાશીની નદી પણ ક્યાંકથી તો ઉદભવતી હોય છે. એજ રીતે આપણી સનાતન પરંપરાના પરમજ્ઞાનનો સ્ત્રોત આપણા વેદો રહ્યા છે. જ્યારથી વેદ આધારીત જીવન ઝંખવાણું છે, ત્યારથી સનાતન ધર્મ પોતાનુ મૂળ સ્વરૂપ ગુમાવી અસંખ્ય સંપ્રદાયના ફાંટાઓમાં ફંટાઇ ગયો છે. અને જ્ઞાનપાસનાને સ્થાને વ્યક્તિ પૂજાને પોષક બની ગયો છે.

પ્રસંગે ગુહરાજ્યમંત્રી રજનીભાઇ પટેલ, ઇસરોના વૈજ્ઞાનિક પ્રો. રમેશ એમ. પંડ્યા, ઇન્ડિયન આર્મીના કર્નલ દેવેન્દ્રપાલસિંહ, રાધનપુરના ધારાસભ્ય નાગરજી ઠાકોર તેમજ ઉદ્યોગપતિ દિલીપભાઇ વ્યાસ ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો