તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • પાટણના ખાનસરોવરમાં નાહવા પડેલો યુવક ડૂબી જતાં શોધખોળ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણના ખાનસરોવરમાં નાહવા પડેલો યુવક ડૂબી જતાં શોધખોળ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણશહેરનાં ગુલશનનગરમાં રહેતો અેકયુવક રવિવારે સાંજે ખાનસરોવરમાં નાહવા માટે પડતાંતે પાણીમાં ડુબી ગયો હતો. પાલીકાનાં ફાયર ફાઇટની ટીમ દ્વારા તેની મોડી સાંજ સુધી શોધખોળકરી હતી. પરંતુ તેનો પત્તો લાગ્યો હતો.

ગુલશન નગરમાં રહેતા ગરીબ પરીવારનો યુવક એજાજ ભાઇ હાંસમભાઇ ચૌહાણ રવિવારે સાંજે 6:30 કલાકના અરસામાં ખાનસરોવરમાં નાહવા પડતા તે પાણીમાં ડુબી ગયો હતા. જેની કોઇ રાહદારીને જાણ થતા તેણે લોકોને જાણ કરતાં મુસ્લીમ સમાજનાં લોકો ઘટના સ્થળેદોડી આવ્યા હતાં. અને 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. એમ્બ્યુલન્સની ટીમે પોલીસને જાણ કરતાં પીએસઆઇ એ.એમ.પટેલ અને વી.એ.દેસાઇ સહિતનો પોલીસ ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. અને યુવકની શોધ ખોળ માટે નગર પાલીકાને જાણ કરવામાં આવતા ફાયર ફાયટર ટીમ દોડી આવી હતી. અને મોડી સાંજ સુધી પાણીમાં યુવકની શોધખોળ કરી હતી. પરંતુ તેનો પત્તો લાગ્યો હતો. ઘટના સ્થળેથી તેનો શર્ટ ચંપલ પાકીટ અને હાથ રૂમાલ મળી આવતા પોલીશે જપ્ત કર્યા હતાં. તેવું પોલીસ સુત્રો દ્વારા જાણવા મળ્યુ હતું. ઘટના સ્થળે યુવકનાં સ્વજનો ઉપરાંત ગુલાબખાન રાઉમા ઇમ્રાનભાઇ મૌલ્વી, ઇમામખાન ગુલાબખાન, ભરતભાઇ ભાટીયા, રાકેશ પટેલ સહિતનાં અગ્રણીઓ દોડી આવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો