તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • હાર્દિકના વધામણા માટે આગોતરી તૈયારી કરીને પાટણ સાંઇબાબા મંદિર આગળ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાર્દિકના વધામણા માટે આગોતરી તૈયારી કરીને પાટણ સાંઇબાબા મંદિર આગળ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાર્દિકના વધામણા માટે આગોતરી તૈયારી કરીને પાટણ સાંઇબાબા મંદિર આગળ અને ચાણસ્મા હાઇવે સર્કલ, મીઠીવાવડી સહિતના રૂટમાં પાટીદાર ટોપી પહેરી મોટી સંખ્યામાં યુવાનો સવારે 7-30 વાગ્યાથી ઉમટ્યા હતા. પાટણમાં મોતીશા દરવાજા નજીક બળીયાપાડાની મહિલાઓ કુમકુમ તિલક કરવા સવારે એક કલાકથી પ્રતિક્ષામાં ગોઠવાઇ હતી. દરમ્યાન નિયત સમય સુધી ગુજરાત બહાર હાર્દિક પહોચી શકશે નહિ તેને લઇને પોલીસ દ્વારા હાર્દિકને વિરમગામથી સીધા અમદાવાદના માર્ગેથી રાજસ્થાન લઇ જવામાં આવી રહ્યો છે. ઉ.ગુ.માં હાર્દિક પસાર થશે નહી તેવો મેસેજ આવતા પાસ કાર્યકરો સહિત ઉપસ્થિત પાટીદારોના ચહેરા ક્ષણવાર ફીક્કા પડી ગયા હતા. જોકે રેલી કાર્યક્રમ યથાવત રાખી જય સરદારના ડી.જે.સાઉન્ડમાં ગીત સાથે વાજતે ગાજતે ફટાકડા ફોડીને રેલી નીકળી હતી. પાટણના યુવાન પિન્કલ માથે ફાળીયા અને હાથમાં હળ સાથે રેલીમાં જોડાઇ લોકલ હાર્દિકની પ્રતિતિ કરાવી હતી. રેલી સવારે 9 વાગ્યે નિકળીને બગવાડા પહોચી હતી. અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. સર્કલે સરદાર પટેલની પ્રતિમાએ પુષ્પવર્ષા કરી હતી. તસવીર: સુનિલ પટેલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો