તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • તૂર્કીમાં તોફાનોથી 400 કિ.મી. દૂર પાટણનો ટેનિસ સ્ટાર મેઘ વર્લ્ડ સ્કૂલ ગેમ્સમાં ઝળક્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તૂર્કીમાં તોફાનોથી 400 કિ.મી. દૂર પાટણનો ટેનિસ સ્ટાર મેઘ વર્લ્ડ સ્કૂલ ગેમ્સમાં ઝળક્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

તૂર્કીમાંયોજાઇ રહેલ વર્લ્ડ સ્કૂલ ગેમ્સમાં પાટણનો ટેનિસ સ્ટાર મેઘ પટેલ રમવા ગયો છે. બીજી તરફ તૂર્કીના બે શહેરોમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. જોકે બંને શહેરોથી આશરે 400 કિ.મી દૂર આવેલ ટ્રાબજોન શહેરમાં ચાલતી ટેનિસ ટુર્નામેન્ટમાં શનિવારે ઇન્ડિયન ટીમે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. મેઘ સાથે તેના માતા-પિતાએ સવારે વાતચીત કરતા સ્પર્ધાના શહેરમાં કોઇ તકલીફ નથી અને સિક્યુરીટી આપવામાં આવી હોઇ હેમખેમ હોવાનો મેસેજ મળ્યો હતો. તેવું જણાવ્યું હતું.

યુરોપના તૂર્કી ખાતેના ટ્રાબઝોન શહેરમાં તા.12થી 18 જુલાઇ સુધી યોજાનાર વર્લ્ડ સ્કૂલ ગેમ્સમાં અંડર 17 ગૃપમાં લોન ટેનિસમાં ભારતમાંથી મેઘ પટેલ અને મોનીષ શાહ રમવા ગયેલા છે. જેમાં શનિવારે ફાન્સની ટીમ સામે ઇન્ડિયન ટીમની ડબલ્સ ગેમ્સમાં મેઘ ભાર્ગવ પટેલ અને મોનીષની જોડી રંગ લાવીને બોન્જ મેડલ હાસલ કર્યો હતો. ઇન્ડિયન ટીમે 10-5થી હરીફ સામે વિજય મેળવ્યો હોવાનું મેધના મામા હાર્દિકભાઇ પટેલે જણાવ્યુ હતું.

જ્યારે મેઘની માતા વંદનાબેને તૂર્કીમાં તોફાનોને લઇને રવિવારે સવારે વોટ્સઅપ મેસેજથી મેઘ સાથે વાતચીત કરી હતી. વંદનાબેને કહ્યું હતુ કે, તૂર્કીમાં જ્યાં તોફાનો છે. તેના કરતા આશરે 400 કિલોમીટર દૂર ટેનિસ સ્પર્ધા રમાઇ રહી છે. ત્યાં કોઇ તકલીફ થઇ નથી.મેઘે કહેલું કે, હોટલ કમ્પાઉન્ડમાં રહેવા સુચવાયેલુ છે અને સુરક્ષિત છીએ. તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો