તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • પાટણમાં છાત્રો માટે સુલભ ડ્રાઇવિંગ લાઇસન્સ કેમ્પ યોજાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણમાં છાત્રો માટે સુલભ ડ્રાઇવિંગ લાઇસન્સ કેમ્પ યોજાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

પાટણખાતે જિલ્લા આરટીઓ કચેરી અને જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ વિભાગના સંકલનથી ખાસ વિદ્યાર્થી ડ્રાઈવિંગ લાઇસન્સ કેમ્પનું આયોજન પાલનપુરના સદભાવના ગ્રુપના સહયોગથી કરાયું છે. જે અંતર્ગત શુક્રવારે એમ.એન. કોટાવાલા કોલેજ પાટણમાં આર્ટસ એન્ડ કોમર્સના વિદ્યાર્થીઓ માટે સુલભ ડ્રાઈવિંગ લાઇસન્સ કેમ્પ અંતર્ગત માહિતી સેમિનાર યોજાયો હતો.

સેમિનારમાં વિદ્યાર્થીઓ તેમનો અભ્યાસનો સમય વ્યતિત ના કરી સરળતાથી લાઇસન્સ પ્રાપ્ત કરીને કાયદાના પાલન સાથે વાહન ચલાવે વિષય પર ભાર મૂકવામાં આવ્યો હતો. સેમિનાર અંતર્ગત દર બુધવારના દિવસે સવારે 8થી 12 વાગ્યા સુધી આરટીઓ કચેરી પાટણ મુકામે વિદ્યાર્થીઓ માટે ખાસ લાઇસન્સ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જિલ્લા પોલીસ સુરક્ષા-સેતુ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને આરટીઓ કચેરીએ લાવવા લઈ જવાની નિ:શુલ્ક વ્યવસ્થા તેમજ આરટીઓ કચેરી ખાતે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવશે. જ્યારે આરટીઓ કચેરી દ્વારા સવારે 8 વાગે વિદ્યાર્થીઓ માટે આરટીઓ કચેરીએ કેમ્પ શરૂ કરાશે તેમજ વધારાના સમયમાં કચેરીનું કામકાજ કરવામાં આવશે.

શુક્રવારે યોજાયેલા કાર્યક્રમમાં પાટણ ડીવાયએસપી જયરાજસિંહ વાળા અને એલ.જે.સોલંકી, સદભાવના ગ્રુપના ચેરમેન હરેશ ચૌધરી, આરટીઓ ઇન્સ્પેકટર રાણા, ટ્રાફિક પીએસઆઈ તેમજ કોલેજના પ્રિન્સીપાલ અનુસંધાનપાના-8

પાટણમાં છાત્રો માટે...

લલિતભાઈપટેલ હાજર રહ્યા હતા.

દિવ્યભાસ્કરના કેમ્પેઇનમાં પણ આવો સૂર ઉઠ્યો હતો

અત્રે નોંધનીય છે કે થોડાક સમય અગાઉ દિવ્યભાસ્કર દ્વારા શાળાકીય ટ્રાફિક અને શહેરના ટ્રફિકના પ્રશ્નો અંગે કેમ્પેઇન કરાયુ઼ં હતું. જેમાં વાલીઓ, શાળાઓ અને આરટીઓનો મત લેવાયો હતો. જેમાં આરટીઓએ શાળા કક્ષાએથી પહેલ થશે તો આવા કેમ્પો કરવાની ખાત્રી આપવામાં આવી હતી. હવે પોલીસ સુરક્ષા સેતું અંતર્ગત અા કામગીરી શરૂ થવા જઇ રહી છે. જોકે શાળાઓ તરફથી જણાવવામાં આવશે તેના આધારે કેમ્પ ગોઠવી શકાશે તેમ આરટીઓ ઇન્સ્પેક્ટર રાણાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો