તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • શૌચાલય કૌભાંડમાં સમીના તત્કાલીન ટીડીઓ, વિસ્તરણ અધિકારી સસ્પેન્ડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શૌચાલય કૌભાંડમાં સમીના તત્કાલીન ટીડીઓ, વિસ્તરણ અધિકારી સસ્પેન્ડ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તાલુકામાં જમીન ધોવાણ સહાયની ચૂકવણીમાં અને સફાઇ ગ્રાન્ટના ખોટી દરખાસ્તો તૈયાર કરી ચૂકવણી કરી દેવાયાનું ખુલતાં કાર્યવાહી

જિલ્લા વિકાસ અધિકારીના નિર્ણયથી ફફડાટ, હવે કોનો વારો? ચર્ચા

સમીતાલુકામાં જમીન ધોવાણ સહાય, શૌચાલય સહાય અને સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ યોજના અંતર્ગત સફાઇની ગ્રાન્ટ એમ ત્રણ પ્રકારની યોજનામાં થયેલા કૌભાંડોમાં સમી તાલુકા પંચાયતના તત્કાલીન મદદનીશ તાલુકા વિકાસ અધિકારી એન.એચ. જાની અને ઇન્ચાર્જ વિસ્તરણ અધિકારી રાકેશ બી. પટેલને પાટણ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સસ્પેન્ડ કરાતાં કર્મચારીઓ ફફડાટ ફેલાઇ ગયો હતો.

સમી તાલુકામાં બનાવવામાં આવેલા વ્યકિતગત શૌચાલયોની સહાય ચૂકવણી કરવામાં વ્યાપક ગેરરીતિની ફરીયાદો ઉઠતી હતી. જેમાં તંત્રએ તપાસ કરતા એક કુટુંબનાં એકથી વધુ સભ્યોને સહાય આપી દેવામાં આવી હતી. જુના શૌચાલયો બતાવીને સહાય ચૂકવાઇ હતી. ગુણવત્તા વગરનાં અને નકિક થયેલી ટાઇપ ડીઝાઇન વગર પણ શૌચાલયો બન્યા હોવા છતાં લાભાર્થીને સહાય અાપવામાં આવી હતી. સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ યોજના અંતર્ગત તાલુકાની ગ્રામ પંચાયતોને મળવાપાત્ર સહાયક અને પ્રોત્સાહક ગ્રાન્ટમાં 49 પંચાયતોની સફાઇ અને ગટરવેરાની વસુલાતમાં ચકાસણી કર્યા વગરજ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હોવાથી સમી તાલુકા પંચાયતના તત્કાલીન મદદનીશ ટીડીઓ અને હાલ પાટણ જિલ્લા પંચાયતની જનરલ શાખામાં ફરજ બજાવતા એન.એચ. જાનીને સસ્પેન્ડ કરાયા છે.

જયારે તત્કાલીન ઇન્ચાર્જ વિસ્તરણ અધિકારી અને હાલ સાંતલપુર તાલુકા પંચાયતમાં જુનિયર કલાર્ક રાકેશ બી. પટેલે સફાઇની ગ્રાન્ટની ખોટી દરખાસ્ત તૈયાર કરી વધારે ગ્રાન્ટ મેળવવા ખોડું રેકર્ડ ઉભુ કર્યુ હતું તેમજ ગત ચોમાસામાં થયેલી અતિવૃષ્ટીમાં થયેલા જમીન ધોવાણની સહાય ચુકવવામાં લાભાર્થીઓને મળવાપાત્ર સહાય કરતા વધુ, કેટલાકને ઓછી અને કેટલાક લાભાર્થીઓ હોવા છતાં તેમને ચૂકવણી કરી હતી. બંને મામલામાં કલાર્ક રાકેશ પટેલને જિલ્લા વિકાસ અધિકારી રાજેશ રાજ્યગુરૂ દ્વારા સસ્પેન્ડ કરવાનો આદેશ કરાયો છે. દરમિયાન હવે બંને કર્મચારીઓ સામે ખાતાકીય તપાસ પણ શરૂ કરાઇ હોવાનું પંચાયતના સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો