તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લાના 55 સંઘોની અંબાજીમાં નોંધણી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણજિલ્લાના 55 સંઘોએ અંબાજી મેળામાં નોંધણી કરાવી છે.

ભાદરવી પૂનમના અંબાજી મેળાને હવે અઠવાડિયું બાકી રહ્યું છે, ત્યારે પાટણ અને ચાણસ્મા પંથકમાંથી પગપાળા મા અંબાના દર્શનાર્થે જવા પગપાળા સંઘોએ તૈયારીઓ શરૂ કરી છે અને આગામી રવિવાર, સોમવારે ગબ્બરવાળી અંબે મૈયાના દર્શનાર્થે જવા પાટણથી વિવિધ સંઘો પ્રસ્થાન કરશે. જોકે પહેલાં આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભાદરવી પૂનમના મેળામાં આવનાર સંઘો માટેના વાહનોને પ્રવેશ પાસ અપાઇ રહ્યા છે. જેમાં પાટણ અનાવાડાના મેહૂલ પટેલ, સુરેશભાઇ પટેલ વગેરે દ્વારા પાટણ ઝોન વિસ્તારના સંઘોના વાહનને અંબાજીમાં પ્રવેશ માટે વાહન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. સંસ્થાના સભ્ય મેહુલ પટેલે જણાવ્યુ કે,પાટણ ઝોનમાં પાટણ, ચાણસ્મા, કિમ્બુવા, બાલિસણા, અનાવાડા આવે છે અને 55 સંઘોના વાહનોને અંબાજીમાં પ્રવેશની મંજૂરી મળી છે. દર વર્ષે એડવાન્સમાં રજીસ્ટ્રેશન થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો