તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • નિવૃત નાયબ કલેક્ટરના બંધ મકાન સહિત 5 મકાનોનાં તાળાં તૂટ્યાં, લાખોની ચોરી

નિવૃત નાયબ કલેક્ટરના બંધ મકાન સહિત 5 મકાનોનાં તાળાં તૂટ્યાં, લાખોની ચોરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રદ્ધા ફ્લેટમાં ભાડે રહેતા ફાઇનાન્સ કંપનીમાં ફરજ બજાવતા હિમાંશુભાઇ કિર્તિભાઇ શાહ શનિવારે સાંજે મહેસાણા ખાતે સાસરીમાં સામાજિક પ્રસંગમાં હાજરી આપવા ઘરને તાળું મારીને ગયા હતા. ત્યારે કોઇ તસ્કરોએ તેઓના બંધ મકાનનો નકૂચો તોડી ઘરમાં તિજોરી અને કબાટમાંથી દરદાગીના અને રોકડ રકમ રૂ.10 હજાર મળી અંદાજિત રૂ.2.50 લાખની તસ્કરી કરી હતી.

બાજુમાં આવેલા કલાજ્યોત ફ્લેટમાં સુમિત્રાબેન બિપીનભાઇ પંચાલના પ્રથમ માળે આવેલ બંધ મકાન નં-4 અને બીજા માળે આવેલ બંધ મકાન નં-10ના મુખ્ય દરવાજાના નકૂચા તોડી ઘરમાંથી દિવાલ ઉપર લગાવેલ એલઇડી ટીવી સહિતની ચોરી કરી હતી. સુમિત્રાબેન પંચાલ મુંબઇ લગ્નમાં ગયેલા હોઇ કેટલી ચોરી થઇ તે સ્પષ્ટ થયું નથી. નજીકમાં રહેતા નિવૃત્ત ડેપ્યુટી કલેકટર અેન.કે.ઠક્કરના બંધ મકાન નં-6ના દરવાજો નકૂચો તોડીને માલ સામાનની ચોરી કરી કરી હતી. તેઅો ગાંધીનગર પુત્રને ત્યાં હોય ચોરી કેટલાની થઇ છે તે જાહેર થયું નથી.

અન્ય ઘટનામાં વ્રજભૂમિ ટેનામેન્ટમાં રહેતા વિધવા મહિલા ભગવતીબેન ઉમેશભાઇ વ્યાસ ગાંધીનગર પુત્રને ત્યાં ગયા હતા અને શુક્રવારે પરત આવતા તેમના મકાનનું તાળું તુટેલું હોઇ તેઓએ પોલીસને અંદાજિત 5 તોલા સોનાના દાગીના અને રોકડ રકમ રૂ.45 હજારની ચોરી થઇ હોવાનું તેઓએ જણાવ્યુ હતું.

પાટણ શહેરમાં ચોરીઓનો સિલસિલો, શ્રદ્ધા ફ્લેટમાં અઢી લાખની ચોરી

પ્રગતિ મેદાન પાસેના શ્રદ્ધા અને કલાજ્યોત ફ્લેટમાં તેમજ ટેલિફોન એક્ષચેન્જ પાસેના વ્રજભૂમિ ટેનામેન્ટમાં તસ્કરો ત્રાટક્યા

અન્ય સમાચારો પણ છે...