તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે પકડી પૂછપરછ કરતાં ચોરીની કબુલાત કરી

પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે પકડી પૂછપરછ કરતાં ચોરીની કબુલાત કરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણશહેરમાં ચાણસ્મા હાઇવે પર આવેલ લીલીવાડી હોટલ નજીકથી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ત્રણ શખસોને શંકાસ્પદ હાલતમાં પકડીને પૂછપરછ કરતા દોઢ વર્ષ અગાઉ થયેલ ત્રણ ઘરફોડ ચોરીઅોનો ભેદ ખુલી જવા પામ્યો હતો.

પાટણ શહેર બી ડીવીઝન પીઅેસઅાઇ સુમરા, અેઅેસઅાઇ કિરીટભાઇ સહિત પોલીસ ટીમ રવિવારે પેટ્રોલિંગમાં હતી ત્યારે ચોરીનો માલ વેચવા ત્રણ શખસો જઇ રહ્યા હોવાની બાતમી મળતાં વોચ ગોઠવી હતી. જેમાં રામનગર ચામુંડાપુરાનો ટાંક મેરસીંહ પ્રતાપસિંહ, અકુજી ચમનજી ઠાકોર અને સંજયજી લાલજી ઠાકોર પસાર થતાં તેમને પકડી તલાશી લેતાં મેરસીંહ ટાંકના ખિસ્સામાંથી એક જોડ સોનાની બુટ્ટી પ્લાસ્ટીકની કોથળીમાં મળી આવી હતી. તેને પુછપરછ કરતાં દોઢ વર્ષ અગાઉ ત્રિશેરીયા પાસે રામજી મંદિર વાડી સામે બંધ મકાનમાંથી ચોરી કરી હોવાનું કબુલ્યું હતું. વધુ ઉલટ તપાસમાં ધનરત્ન અને કલા દર્શન ફ્લેટમાં પણ ચોરી કર્યાની કબુલાત કરી હતી.જેથી તેઓને બી ડીવીઝન પોલીસ મથકે અટક કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...