અરજણસર ગામની યુવતીને ભગડનાર ચાર સામે ફરિયાદ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અરજણસરગામની યુવતીને ભગાડી જવાના મામલે યુવતીના પિતાએ ચાર શખસો સામે ફરિયાદ નોંધાવી હતી. રાધનપુર તાલુકાના અરજણસર ગામે રહેતા વિરમભાઇ વાલાભાઇની દીકરીને સાતૂન ગામના ઠાકોર વિરમભાઇ જામાભાઇ સાથે ઓળખાણ થતા અવાર નવાર યુવક-યુવતી મળતા થયા હતા. જેના લીધે પરિવાનજનોઅે તેઓની સગાઇ કરવાની વાત કરેલ પરંતુ યુવક પક્ષ તરફથી સગાઇ કરાઇ નહોતી. તાજેતરમાં સાતૂન ગામના ચાર શખસો ગાડી લઇ આવીને યુવતીને લલચાવી ફોસલાવી જાર કર્મ કરવાના ઇરાદે ગાડીમા બેસાડી લઇ ગયા હતા. મામલે યુવતીના પિતાએ રાધનપુર પોલીસ મથકે ઠાકોર વિરમભાઇ જામાભાઇ, ઠાકોર ભરતભાઇ ભેમાભાઇ, ઠાકોર સંજયભાઇ માદેવભાઇ, ઠાકોર જયેશભાઇ ભેમાભાઇ તમામ રહે. સાતૂન સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...