ગોચનાદમાં અકસ્માત મુદ્દે ઠપકો આપતાં હુમલો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ : સમીતાલુકાના ગોચનાદ ગામે રહેતા શ્રવણભાઇ રઘુભાઇ ઠાકોરના ટ્રેક્ટરને તેમના ગામના ઠાકોર પિયુષજી બચુજીએ તેમનું ટ્રેક્ટર ગફલતભરી રીતે ચલાવી આવીને આગળના ભાગે ટક્કર મારી નુક્શાન કરતા ઠપકો આપતાં સાત શખ્સો ઉશ્કેરાઇ જઇને લાકડીથી માર માર્યો હતો અને ધારીયાથી ટ્રેકટરનું હુડ ફાડી નાખતાં ઠાકોર પિયુષજી, ભરતજી, લાલાજી વજાજી, ગાંડાજી, રાજુજી ગાંડાજી, ઇશ્વરજી વાલાજી, ચિરાગજી બાબુજી સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...