• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • જિલ્લામાં 35 મહિલાઅોને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ અપાયો

જિલ્લામાં 35 મહિલાઅોને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ અપાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારતસરકાર દ્વારા તાજેતરમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનું લોકાર્પણ કરાયું હતું. જેમાં પાટણના સાસંદ લીલાઘર વાઘેલાના હસ્તે મંગળવારે 35 મહિલા લાભાર્થીઓને તેનો લાભ આપવામાં આવ્યો હતો.

નવા સર્કિટ હાઉસ ખાતે મંગળવારે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ અમદાવાદના એરિયા ઓફિસર, પાટણના સાંસદ લીલાઘર વાઘેલા અને ભાજપ જિલ્લા પ્રમુખ મોહનભાઇ પટેલના હસ્તે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના પાટણ જિલ્લાના 35 લાભાર્થીઓને ગેસ જોડાણ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. પ્રસંગે એરિયા મેનેજર ઓ.પી.ઓઝાએ જાણાવ્યું કે કાર્બન મુક્ત દેશ-રાજ્ય બનાવવા એલપીજી ગેસનો પાટણ જિલ્લાના 1.10 લાખ પરિવારોને લાભ મળતો થાય અને જિલ્લામાં કોઇને લાકડાનો ઉપયોગ ના કરવો પડે તેવા પ્રયાસોની નેમ વ્યક્ત કરી હતી.

ભાજપ જિલ્લા ભાજપ મહામંત્રી ભાવેશભાઇ પટેલ, ઉપપ્રમુખ કિશોરભાઇ મહેશ્વરી, વિરેશભાઇ વ્યાસ, રીન્કુભાઇ પટેલ, નિલેશભાઇ રાજગોર, કાર્યક્રરો અને લાભાર્થીઓ બહેનો અને ગેસ એજન્સી સંચાલક સહિતના ઉપસ્થિત રહ્યા હતા. 2011ના એસઇસીસી ના સરવે આધારીત આવતા લાભાર્થીઓને બે ફોટો, આધાર કાર્ડ, બીપીએલકાર્ડ, રેશનકાર્ડ, બેન્ક એકાઉન્ટ, ચૂંટણીકાર્ડ અને લાઇટબીલ સહિતના પુરાવા નજીકની ગેસ એજન્સીમાં રજુ કરવાના રહે છે અને ત્યારબાદ ઓનલાઇન ફોર્મ ભરવામાં આવશે ત્યાંથી પાસ થશેતે લાભાર્થીઓને મળવા પાત્ર મળશે.

અન્ય સમાચારો પણ છે...