તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • ચાણસ્મા પાસે અકસ્માતની બે ઘટના : મહિલા સહિત 2 મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચાણસ્મા પાસે અકસ્માતની બે ઘટના : મહિલા સહિત 2 મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ચાણસ્માશહેરના હાઇવે પર આવેલ તિરંગા હોટલ પાસે મંગળવારે રાત્રે એક આધેડ રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે વખતે બાઇકની અડફેટે આવી જતાં તેઓનું મોત નિપજ્યું હતું. જ્યારે તે હાઇવે પર વડાવળી ત્રણ રસ્તા નજીક પાંચોટ ગામનું દંપતી બાઇક પર જઇ રહ્યું હતું. દરમ્યાન બાઇક ખાડામાં પટકાતા પાછળ બેઠેલી મહિલાનું મોત થયું હતું.

ચાણસ્માના રહીશ ગાંડાભાઇ રઘાભાઇ પ્રજાપતિ મંગળવારે રાત્રે 9/15 કલાકના અરસામાં ભજનમાં જવા માટે તિરંગા હોટલ પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે એક બાઇક જીજે 2 બીએન 6580 ના ચાલકે તેઓને અડફેટે લેતાં રોડ પર પટકાતા ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે મોત થયું હતું. બાઇક ચાલક સ્થળ પર બાઇક છોડીને ભાગી છૂટ્યો હતો. અંગે શૈલેષકુમાર પ્રજાપતિએ ચાણસ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

જ્યારે અકસ્માતની અન્ય એક ઘટનામાં મહેસાણા તાલુકાના પાંચોટ ગામે રહેતા ડાહ્યાભાઇ ઇશ્વરભાઇ પટેલ તે દિવસે રાત્રે 8/30 કલાકના અરસામાં તેમના પત્ની કાન્તાબેન સાથે બાઇક પર ચાણસ્માથી મહેસાણા જઇ રહ્યા હતા. તે વખતે રેલવે ફાટકથી આગળ વડાવળી ત્રણ રસ્તા પાસે સામેથી આવતા વાહનોની લાઇટથી અંજાઇ જતાં બાઇક સાથે ખાડામાં પટકાતા કાન્તાબેનનું સ્થળ પર મોત થયું હતું. જે અંગે ડાહ્યાભાઇ પટેલે ચાણસ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો