તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • યુનિ. પોસ્ટરકાંડમાં યોગ્ય તપાસ નહિ થાય તો પાસની આંદોલનની ચીમકી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુનિ. પોસ્ટરકાંડમાં યોગ્ય તપાસ નહિ થાય તો પાસની આંદોલનની ચીમકી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હેમચંદ્રાચાર્યઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે આદેશપાલના પોસ્ટરકાંડ બાદ પાટીદાર મહિલા અધ્યાપિકાને અન્ય સ્ટાફ સાથે રાત્રે બોલાવીને પોલીસ અધિકારીની ખોટી ઓળખ આપી ભય ઉભો કર્યા બાબતે પોલીસને રજૂઆત કરાઇ છે. પરંતુ હજુ તેની યોગ્ય તપાસ થઇ નથી અને ર્ડા.આદેશપાલ બાબતે સાચી તપાસ કરવા માંગણી રાજ્ય સરકાર સુધી પહોચાડા ઉત્તર ગુજરાત પાસ સમિતિ દ્વારા પાટણ કલેક્ટરને આવેદનપત્ર આપીને યોગ્ય તપાસ કરવા રજૂઆત કરાઈ હતી.

યુનિવર્સિટીમાં ઉત્તર ગુજરાત પાસ સમિતિના પ્રભારી રેશ્માબેન પટેલ, કિરીટભાઇ પટેલ, લાલભાઇ પટેલ, સુરેશ ઠાકરે, રવિ પટેલ સહિત કન્વીનરો દ્વારા ગુરુવારે કુલપતિ ર્ડા.આર.એલ.ગોદારા અને ઉપકુલપતિ દીપુબા દેવડા સમક્ષ પાટીદાર મહિલા સહિત ન્ય અધ્યાપકોને ખોટી હેરાનગતિ અને પોસ્ટર બાબતે યોગ્ય તપાસ કરવા રજૂઆત કરવામાં આવી હતી. રેશ્માબેન પટેલે કુલપતિ સમક્ષ રજૂઆત કરતા કહ્યું હતું કે, કોઇપણ મહિલા કર્મચારીની હેરાનગતિ થવી જોઇએ. આગામી એક અઠવાડીયામાં તપાસ અંગે યોગ્ય જવાબ નહિ મળે તો ગુજરાતમાંથી પાંચ હજાર મહિલાઓ યુનિમાં ઉમટીને ...અનુસંધાન પાન 8

યુનિ.પોસ્ટરકાંડમાં...

ઘેરાવોકરશે. બાદમાં પાસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટર કે.કે.નિરાલાને આવેદનપત્ર આપ્યુ હતું. જેમાં જણાવ્યુ હતું કે, ર્ડા.આદેશપાલના વિવાદીત પોસ્ટર લાગ્યા બાદ તેની હકીકત તપાસ કરવાને બદલે યુનિ.ના કુલપતિ દ્વારા નિષ્ણાત વ્યક્તિઓની તપાસ કમિટી બનાવ્યા સિવાય અન્ય એક વ્યક્તિને કમિટીનામાં સભ્ય બનાવી યુનિ. ખાતે રાત્રે 10 વાગ્યે મહિલા પાટીદાર અધ્યાપિકાને અન્ય સાથે બોલાવી પોલીસ અધિકારીની ખોટી ઓળખ આપી ભય ઉભો કરેલ બાબતે પોલીસને રજૂઆત કરેલ છે. પરંતુ હજુ સુધી યોગ્ય તપાસ થઇ નથી. બાબતે ર્ડા.ગોદારા સામે કરાયેલ રજૂઆતની તપાસ કરવા અને ર્ડા.આદેશપાલ બાબતે સાચી તપાસ કરવા માંગણી રાજ્ય સરકાર સુધી પહોચાડવા અનુરોધ કર્યો હતો. યોગ્ય કાર્યવાહી કરવામાં નહિ આવે તો ગુજરાતમાંથી પાટીદાર સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

અત્રે ઉલેખ્ખનીય છે કે, અંગ્રેજીના મહિલા અધ્યાપિકા હેતલબેન પટેલ દ્વારા યુનિના કેસ સમિતી ચેરપર્સનને આપેલા જવાબનું યુનિ દ્વારા અડધુ સત્ય ઉજાગર કરવામાં આવ્યુ છે. વિભાગના વડાએ ફોન કરીને રાત્રે આવવાનું કહેલુ હતુ પણ યુનિમાંથી તેમના પર ફોન આવેલ કે અમને બોલાવવા.એનો અર્થ વિભાગના વડાએ રાત્રે બોલાવ્યા તેવો કરી શકાય નહી તે અંગે બે દિવસ પહેલા કુલપતિને રજૂઆત કરી હતી.અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો