તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • જિલ્લાની પ્રા.શાળાના 1200 બાળકો વિકલાંગતાના પ્રમાણપત્રથી વંચિત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લાની પ્રા.શાળાના 1200 બાળકો વિકલાંગતાના પ્રમાણપત્રથી વંચિત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

પાટણજિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 2427 જેટલા કલાગ બાળકો છે અને તે પૈકી 1200થી વધુ બાળકો વિકલાંગતાના સર્ટિફીકેટથી વંચિત રહ્યા છે. જેના કારણે બસ, રેલવે પાસ, શિષ્યવૃત્તિ, યોજનાકીય સહાય મેળવવામાં મુશ્કેલીના પ્રશ્નોનો સામનો કરવો પડે છે. ત્યારે સત્વરે તંત્રએ ખાસ કેમ્પ યોજીને તબીબી ચકાસણી કરાવી મળવાપાત્ર વિકલાંગ બાળકોને સર્ટિફીકેટ કાઢી આપવાની વ્યવસ્થા કરવી જોઇએ તેવો સૂર ગુરુવારે પાટણ ખાતે વિકલાંગ બાળકો માટેના શિક્ષકોના ત્રિદિવસીય મલ્ટી કેટેગરી તાલીમ વર્ગના પ્રારંભ પ્રસંગે વ્યક્ત કરવામાં આવ્યો હતો.

પાટણમાં રોટરી હોલ ખાતે સર્વ શિક્ષા અભિયાન તથા રોટરી કલબના ટીચ(TEACH)મીશન અંતર્ગત પાટણ જિલ્લામાં વિકલાંગ બાળકોના અભ્યાસ માટે નોંધાયેલ 39 શિક્ષકો(પ્રવાશી શિક્ષકો)ને મલ્ટી કેટેગરી તાલીમથી તજજ્ઞો દ્વારા સજ્જ કરતા ત્રણ દિવસના વર્ગનો પ્રારંભ કરાયો હતો. પ્રંસગે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન લવિંગજી ઠાકોર, સદસ્ય બાબુભાઇ દેસાઇ, કોર્પોરેટર મનોજ પટેલ, ઓલ ઇન્ડિયા સ્ટેશિયલ એજ્યુકેશનના પ્રો.ચેરપર્સન બલભદ્રસિંહ ચાવડા, રોટરી પ્રમુખ પરેશ પટેલ, ધનરાજભાઇ ઠક્કર, બાબુભાઇ પ્રજાપતિ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં રોટરી ટીચ મિશન હેઠળ પ્રવાસી શિક્ષકોને વિકલાંગ વિદ્યાથીઓ સાથે કેવીરીતે ભણવવા સહિત સર્વગ્રાહી માર્ગદર્શન વર્ગ દરમ્યાન પૂરુ પાડવામાં આવશે.

સર્વશિક્ષા અભિયાનના ઇન્ટીગ્રેટેડ એજ્યુકેશન ફોર ડીસેબલ ચાઇલ્ડના કોઓર્ડિનેટર અમીતભાઇ કબીએ જણાવ્યુ હતું કે, જિલ્લાના નવ તાલુકાની પ્રા.શાળામાં 2427 બાળકો વિકલાંગ છે. જે પૈકી 70 ટકા બાળકોને કેમ્પના અભાવે વિકલાંગતાનું સર્ટિફીકેટ મળી શક્યું નથી. પાટણ ખાતે તબીબી તમામ સાધનો સાથે ખાસ કેમ્પ યોજી વિકલાંગો માટે સુભલ વ્યવસ્થા કરવી જોઇએ. તેવો મત વ્યક્ત કરવામાં આવ્યો હતો.

39 શિક્ષકો(પ્રવાશી શિક્ષકો)ને મલ્ટી કેટેગરી તાલીમથી તજજ્ઞો દ્વારા સજ્જ કરતા ત્રણ દિવસના વર્ગનો પ્રારંભ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો