તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • પાટણના ઉપાશ્રયમાં જૈનાચાર્ય દ્વારા કલ્પદ્રુમ શાસ્ત્રનું વ્યાખ્યાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણના ઉપાશ્રયમાં જૈનાચાર્ય દ્વારા કલ્પદ્રુમ શાસ્ત્રનું વ્યાખ્યાન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

પાટણનાનગીનભાઇ પૌષધશાળામાં બિરાજમાન જૈનાચાર્ય યુગચંદ્ર સૂરીજી મહારાજ દ્વારા અધ્યાત્મ કલ્પદ્રુમ શાસ્રના મનનીય પ્રવચન આપવામાં આવી રહ્યા છે. ગુરુવારે કહ્યું કે, દુનિયામાં બે પ્રકારના માણસો છે. એક પ્રકારના માણસો સતત મનમાં ઉઠતી ઇચ્છાઓ પૂરી કરવા ધમપછાડા કરતા રહે છે. જ્યારે જ્ઞાનિઓ ઇચ્છાઓ પૂરી કરવા કરતાં ઇચ્છાઓને પૂરી કરી દેવાના પ્રયાસમાં હોય છે. ઇચ્છા પૂરી થઇ જાય તેના જેવું સુખ બીજુ એકેય નથી. કેમકે એક ઇચ્છા પૂરી કરો તો નવી દશ ઇચ્છાઓ જન્મે છે અને એને પૂરી કરવામાં આખી જિંદગી પૂરી થઇ જાય છતાં તે કદાચ અધૂરી રહી ગઇ હશે.

યુગચંદ્ર સૂરીશ્વરજી મહારાજે ફરમાવ્યું હતું કે, વૃક્ષને ઉગવા માટે ફળદ્રુપ, રસકસવાળી ઉત્તમ ગુણવત્તાવાળી જમીન જોઇએ.જે આત્મામાં અધ્યાત્મ સમતા શાંતિ સદગુણો રહેલા હોય ત્યાં ધર્મનો પ્રાદુર્ભાવ થાય છે. મમતાથી સંસારનું સર્જન થયું છે. સમતાથી સંસારનું વિસર્જન થઇ શકે છે. લોકો આજે સહન કરવાના બદલે સામનો કરવામાં બહાદુરી સમજતા હોય છે પણ વાસ્તવિકતા તદ્દન વિપરીત છે. શક્તિશાળી હોય તેજ સહન કરી શકે. સામનો કરવો તો કાયરતાની નિશાની છે. પસાર થતાં હાથીને કૂતરાઓ ભસે છે પણ તેતો તેની ચાલમાંજ મસ્ત હોય છે. આજના વિપરીત વાતાવરણમાં ઘરઘરમાં સળગતી હોળીને ઠારવા માટેના ઉપાયો દર્શાવતાં જૈનાચાર્યે ટંકશાળી વચન ઉચ્ચારતાં જણાવ્યું કે, ક્લેશ ઝગડો શરૂ થાય એકથી તેમાં વધારો થાય બેથી અને ભડકો થાય ચારથી. આજથી એટલું નક્કી કરી લો કે કોઇ બે વચ્ચેના ઝગડામાં પાણી નખવાનું કદાચ નહી આવડે તો પેટ્રોલ તો નહીજ છાંટીએ. ભાવ અને સ્વભાવ સુધારવાનો ભવ હોય તો તે માત્ર મનુષ્યને છે. સત્સંગનો પંચાસરા પાસે સમય સવારે 9/45 થી 10/45.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો