તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • માયાવતી સામે ટીપ્પણીનો વિરોધ, પાટણમાં રસ્તા રોકો આંદોલન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માયાવતી સામે ટીપ્પણીનો વિરોધ, પાટણમાં રસ્તા રોકો આંદોલન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

બહુજનસમાજવાદી પાર્ટીના અધ્યક્ષ માયાવતી વિશે અભદ્ર ટીપ્પણી કરતા ઉત્તર પ્રદેશ ભાજપના માજી ઉપાધ્યક્ષ દયાશંકરના વિરોધમાં પાટણના બગવાડા દરવાજા ખાતે બસપાના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરીને રસ્તા રોકો આંદોલન કરતા પોલીસ દ્વારા 11 કાર્યકરોને ડીટેઇન કરીને તાલુકા પોલીસ મથકે લઇ જવાયા હતા અને બાદમાં તમામને મુક્ત કરાયા હતા.

બગવાડા ચોકમાં પોલીસની પરવાનગી વગર બસપાના કાર્યકરો રસ્તા રોકો આંદોલન જેવો કાર્યક્રમ કરવાના હોવાની જાણકારી પોલીસને મળતા અને બી ડિવિઝન પી.આઇ સહિત પોલીસ કાફલો એક કલાક અગાઉથી બંદોબસ્તમાં ગોઠવાયો હતો. જ્યાં બપોરે 1.15 વાગ્યના અરસામાં બસપાના જિલ્લા પ્રભારી સુરજ પરમાર, જિલ્લા પ્રમુખ જગદીશભાઇ પરમાર સહિત કાર્યકરો બગવાડા ખાતે એકત્ર થયા અને ત્યાં અભદ્ર ટીપ્પણીના વિરોધમાં પૂતળા દહન માટે એક પૂતળુ પણ તૈયાર કરીને રાખ્યુ હતું. જોકે પોલીસની નજરમાં પૂતળુ આવી ગયુ હતુ. ત્યારે કાર્યકરોએ પૂતળા દહન કાર્યક્રમ કરાયો હતો. કાર્યકરો ર્ડા.બાબાસાહેબ આંબેડકરને ફૂલહાર અર્પણ કરીને ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરતા સિધ્ધરાજ જયસિંહની પ્રતિમા આગળ રસ્તામાં સૂઇ જઇને રસ્તા ચક્કાજામ કરવા લાગ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો