તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણમાં વકીલોએ રેલી યોજી આવેદનપત્ર આપ્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણશહેરમાં ઉનામાં દલિત યુવાનો પર થયેલા અત્યાચારના વિરોધમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જેમાં ગુરુવારે કોર્ટ આગળથી દલિત વકીલો સહિત અન્ય વકીલોએ સાથે મળી રેલી યોજીને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. આરોપીઓ સામે એક મહિનામાં ચાર્જસીટ કરવા અને જરૂરી અન્ય કલમોનો ઉમેરો કરવા સરકાર સુધી માંગ પહોચાડવા જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યુ હતું.

પાટણ જિલ્લા સેવા સદન ખાતે આવેલા વકીલોએ ગાયના નામે રાજકારણ બંધ કરો, જય ભીમ, વકીલ યુનિયન જીંદાબાદના સૂત્રો પોકાર્યા હતા અને બાદમાં જિલ્લા કલેક્ટર કે.કે.નિરાલાને આવેદનપત્ર આપીને યુવાનો પર થયેલ અત્યાચારના વિરોધમાં યોગ્ય તપાસ કરી કસૂરવાર સૌને પકડીને કાર્યવાહી કરવા માંગ કરી હતી. એડવોકેટ રમણભાઇ વણકરે જણાવ્યુ હતું કે, ઉનાના બનાવમાં ડીવાયએસપીને તપાસ સોપવામાં આવી છે. બનાવમાં તપાસ કરનાર અધિકારી તટસ્થ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરે અને પોસ્કો સહિતની કેટલીક કલમોનો ઉમેરો કરાયો નથી તે ગુનામાં ઉમેરીને આરોપી સામે દિવસમાં ચાર્જશીટ કરવી જોઇએ. જેથી આરોપીને છૂટવા માટેનુ બારૂ મળે અને કસુરવારો સામે પુરાવા એકત્ર કરી યોગ્ય પગલા લેવા માંગ કરી છે. અત્યાચારનો ભોગ બનેલાને વળતર આપવુ જોઇએ તેવી માંગ કરાઇ હતી. જ્યારે અન્ય એક વકીલ દ્વારા સીઆઇડીના બદલે સીબીઆઇ મારફતે બનાવની તપાસ કરવા રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો