Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાલિકા આપના દ્વારે રહીશોએ સમસ્યાની ઝડી વરસવી દીધી
પાટણશહેરમાં પાલિકાના સત્તાધીશો દ્વારા દર અઠવાડીયામાં એક દિવસ એક વોર્ડમાં ફરીને પાલિકા આપના દ્વારે કાર્યક્રમ અંતર્ગત લોક પ્રશ્નોને સાંભળી તેના નિરાકરણની કવાયત શરૂ કરવામાં આવી છે. જેમાં ગુરુવારે ગુલશનનગર, ભઠ્ઠીવાડા, ખાલકસાપીર વિસ્તારમાં અધિકારીઓએ મુલાકાત લીધી હતી. જેમાં વિસ્તારના રહીશો દ્વારા ગુલશનગરથી વિજળકુવા સુધી ડ્રેનેજ લાઇન બાદ રસ્તો નવો બનાવવામાં હાલાકી સર્જાતી હોવાની રજૂઆત કરાઇ હતી. મસ્જિદ નજીક પાણી ભરાવાનો પ્રશ્ન તેમજ વાલ્મિકીવાસ નજીક વરસાદી પાણી નિકાલ થતાં સમસ્યા સર્જાતી હોવાની રજૂઆત ઉઠી હતી. અંગે ચીફ ઓફિસર દ્વારા નવીન રસ્તાનું કામ મંજૂર કરાયુ છે. વહીવટી ...અનુસંધાનપાન 8
પાલિકાના...
પ્રક્રિયાકરી દિવાળી અરસામાં બનાવાશે. વરસાદી પાણી નિકાલ માટે સત્વરે કાચી ગટર બનાવવા સંબંધિત કર્મચારીઓને સૂચના આપવામાં આવી હતી.પાલિકા પ્રમુખ જાગૃતિબેન પટેલ, લાલેશ ઠક્કર સહિત સદસ્યો, ચીફ ઓફીસર આર.એચ.પટેલ સહિત અધિકારીઓએ મુલાકાત લીધી હતી.