• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • કિચનસેટના ફિટીંગ, તાલીમની રૂપરેખા પણ તૈયાર કરાઈ નથી

કિચનસેટના ફિટીંગ, તાલીમની રૂપરેખા પણ તૈયાર કરાઈ નથી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણજિલ્લામાં સરકારના સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત 108 શાળાઓમાં કિચનસેટ આપવામાં આવી રહ્યા છે. જેમાં શાળાઓમાં મહિનાઓથી સેટ પહોંચી ગયા છે પણ વપરાશ શરૂ થયો નથી. દિવ્યભાસ્કરે અલગ અલગ તાલુકામાં શાળાઓનો સંપર્ક કર્યો હતો. જેમાં કિચનસેટ અંગે શાળાના આચાર્યો પણ પૂરતા વાકેફ હોય તેવી સ્થિતિ સામે આવી હતી. સત્ર શરૂ થઇ ગયું છે પણ કીટોના ફિટીંગ અને તાલીમ ક્યારે થશે તેની પણ ચોક્કસ રૂપરેખા તૈયાર નથી.

સરસ્વતી તાલુકાના ખારેડા ગામની શાળામાં ત્રણ માસથી કિચનસેટ આવેલ છે પણ આવ્યો ત્યારથી તેજ હાલતમાં છે પેકીંગ પણ ખોલવામાં આવ્યું નથી. સિધ્ધપુરના ખળી ગામની શાળામાં પણ કીટ જૈસે થે હાલતમાં પડી છે. ફિટીંગ અને તાલીમ વગરે બાકી છે તેમ શાળાના સૂત્રોએ જણાવ્યું હતું. પાટણના ચંદ્રુમાણા, ધારપુર, હાંસાપુર, રામનગર, સંખારી ગામે પણ કીટોની વપરાશ શરૂ થયો નથી.

સાંતલપુર તાલુકાના કોલીવાડા ગામની શાળામાં કિચનસેટ તો આવેલો છે પણ તેની વિશેષ કોઇ જાણકારી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પાસે પણ નહોતી. તાલુકામાં કઇ શાળાઓમાં સેટ આપવામાં આવનાર છે તેની જાણ પણ તાલુકાના શિક્ષણના વડાને કરાઇ નથી. તાલુકા શિક્ષણાધિકારી તુલસીભાઇ સાધુને પૂછ્યું તો તેમણે કહ્યું કે કોલીવાડા સ્કૂલની મુલાકાત બે માસ અગાઉ લીધી ત્યારે સેટ જોવામાં આવ્યો હતો. જોકે તેનો ઉપયોગ શરૂ થયો નહોતો. સાંતલપુરના સાદપુરામાં વેકેશન પડ્યું તે પહેલાં એટલે કે દોઢેક...અનુસંધાન પાન 8

કિચનસેટના...

માસપહેલાં કીટ આવી છે. જેમાં દિલ્હીથી આવેલ એજન્સીના માણસો દ્વારા ગેસની પાઇપ નાખવાની કામગીરી ચાલુ કરાઇ હતી. હવે સગડા અને ગેસ પાઇપની જોડાણની કામગીરી અલગ અેજન્સી દ્વારા થનાર છે. કીટના વપરાશની જાણકારી આપવામાં આવનાર છે. તે પછી ચાલુ થઇ શકશે તેમ આચાર્ય પિયુષભાઇ દરજીએ જણાવ્યું હતું.

તંત્રના બે વિભાગો વચ્ચે સંકલનનો અભાવ, શિક્ષકો પણ અવઢવની સ્થિતિમાં

અત્રે નોંધનીય છેકે કીટો અંગે પ્રાથમિક શિક્ષણ તંત્રના અધિકારીઓને પણ પૂરતી જાણકારી નહોતી. કંઇ કહેવાની સ્થિતિમાં જણાઇ રહ્યા નથી. પ્રાથમિક શિક્ષણ તંત્ર અને સર્વ શિક્ષા અભિયાન વચ્ચે કો ઓર્ડીનેશનનો અભાવ સામે આવી રહ્યો છે . એસએસએના કો ઓર્ડીનેટરે કહ્યું કે દરેક સ્કૂલોમાં કીટો પહોંચી ગઇ છે. હવે દરેક સ્કૂલોમાં જઇ તાલીમ આપવામાં આવશે. જોકે માટે કોઇ નિયત પ્રોગ્રામ નક્કી થયો નથી. પણ હવે શાળાઓ શરૂ થઇ છે. એટલેે ત્વરિત ગતિએ કીટો વપરાશમાં લઇ શકાય તેવું આયોજન ચાલી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...