તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • કર્મના ઉદય વગર ક્યારેય સારૂ કે નરસું બનતુ નથી : જૈનાચાર્ય

કર્મના ઉદય વગર ક્યારેય સારૂ કે નરસું બનતુ નથી : જૈનાચાર્ય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણમાં જૈનાચાર્યનો બોધ : કર્મ સિધ્ધાંત સમજાઇ જાય તો તમારો બેડો પાર થઇ જશે

પાટણનગરના નગીનભાઇ પૌષધશાળામાં પ્રવચન દરમિયાન જૈનાચાર્ય વિજય યુગચંદ્રસૂરીશ્વરજી મહારાજે ગુરૂવારે જણાવ્યુ઼ હતું કે, કર્મના ઉદય વગર ક્યારેય સારૂ કે નરસું બનતુ નથી.ભલે તમને અનુસંધાન દેખાતું હોય પણ કારણ વિના કાર્યનો સંભવ શકય નથી.મારુ બગાડનાર કે સુધારનાર માત્ર કર્મ છે.બીજા કોઇની તાકાત નથી કે મારૂ અંશ માત્ર પણ અશુભ કરી શકે.બસ આટલો કર્મ સિધ્ધાંત સમજાઇ જાય તો તમારો બેડો પાર થઇ જશે.

જૈનાચાર્યએ દ્રષ્ટાંત ટાંકતાં જણાવ્યું કે, પૂર્વ વડાપ્રધાન ઇન્દીરા ગાંધીને તેમનો રક્ષક ભક્ષક બન્યો હતો. ઉપલક નજરે જોતાં તો તે બંને વચ્ચે કોઇ જાતની દુશ્મનાવટ દેખાતી નથી. પણ ઘટના બનવા પાછળ ગત જન્મોના કર્મોની લેણદેણ ગોઠવાયેલી છે.સુરક્ષા કર્મીઓથી ભય ઉભો થાય તેવી કલ્પના પણ આવે ખરી. આજ રીતે કોઇ ગુનાહીત પ્રવૃત્તિ કરનારને પાંચ કે દશ વર્ષે સજા થતી હોય છે.સજામાં કોઇ રાહત અપાતી નથી. તેજ રીતે પાછલા એક બે કે પાંચ ભવમાં થયેલા પાપોના ફળ રૂપે કર્મસત્તા તમને દુખી અવસ્થામાં લાવી દેતો સ્વસ્થતાથી સહન કરતાં શીખી લેવું જોઇએ.

અન્ય સમાચારો પણ છે...