તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • બી.એડમાં બીજા યુનીટની મંજૂરી પછી પ્રોફાઇલ રજુ કરવાની અવધિ વધારાઇ

બી.એડમાં બીજા યુનીટની મંજૂરી પછી પ્રોફાઇલ રજુ કરવાની અવધિ વધારાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આવેદનપત્ર આપીને હાઇકોર્ટના ચુકાદાની અમલવારી કરવા રજુઆત, તેમ કરવામાં નહિ આવે તો કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ તેમજ ગાંધી ચિધ્યારાહે આંદોલનની ચિમકી ઉચ્ચારી

કોલેજ સંચાલકો દ્વારા વિરોધ કરતાં કુલપતિએ 10મી સુધી અવધિ લંબાવી

બી.એડકોલેજોને બે યુનિટની મંજૂરી મામલે 35 કોલેજ સંચાલકોએ હાઇકોર્ટમાં રીટપીટીશન કરી બીજા યુનીટની મંજૂરી મેળવ્યા બાદ યુનિએ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી છે પણ તેમાં 5 ઓક્ટોબરે યુનિમાં શૈક્ષણિક સ્ટાફ સાથે પ્રોફાઇલ રજૂ કરવા ફરમાન કરાતા તેનો ગુરૂવારે સંચાલકોએ વિરોધ કર્યો હતો.છેવટે અવધિ 10 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી હતી. વધુમાં હાઇકોર્ટમાં ગયેલા કોલેજો સિવાયની 20 કોલેજોને પણ બીજા યુનિટની પ્રવેશ પ્રક્રિયા અમલી કરાતા તેનો પણ સંચાલકોએ વાંધો લીધો હતો.

યુનિ સંલગ્ન બી.એડ કોલેજ પૈકી 30 જેટલી કોલેજના સંચાલકોએ કુલપતિ ર્ડા.દીપુબા દેવડાને આવેદનપત્ર આપીને હાઇકોર્ટના ચુકાદાની અમલવારી કરવા રજુઆત કરી હતી અને તેમ કરવામાં નહિ આવે તો કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ તેમજ ગાંધી ચિધ્યારાહે આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી. પ્રાંતીજ કોલેજના સંચાલક સી.કે.પટેલ, વાલમના હિરેનભાઇ પટેલે રજુઆત કરતા જણાવ્યુ હતું કે, હાઇકોર્ટે 35 કોલેજને બીજા યુનિટની મંજૂરી આપી છે અને યુનિએ તેની સાથે અન્ય 20 કોલેજને પણ બીજુ યુનિટ ફાળવી દેવાયું છે,અમે કોર્ટનો ખર્ચ કર્યો,યુનિનો પણ લાખોનો ખર્ચ થયો,એનસીટીઇએ 100 વિદ્યાર્થીઓની ઇનટેક(બેઠકો) ફાળવેલ છે હવે બીજા યુનીટની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરતાં કોલેજોને આચાર્ય,શૈક્ષણિક સ્ટાફને પ્રોફાઇલ સાથે 5મીએ યુનિમાં હાજર થવા સુચવાયુ છે જે યોગ્ય નથી. આટલા ટૂકાગાળામાં યુનિ પાસે અધ્યાપક ભરતી માટે મંજૂરી લેવા પ્રક્રિયા કરવી,જાહેરખબર આપી ઇન્ટરવ્યુ કરી ખૂટતો સ્ટાફ થઇ શકે નહી.માટે તા.10મી સુધીનો સમય આપવા માંગ કરી હતી .

પરામર્શજન અંતે 10મી સુધી અવધિ લંબાવાઇ છે

ગતટર્મમાં કોલેજોને બે યુનિટ ફાળવ્યા હતા.પણ તપાસ દરમ્યાન ઘણી કોલેજમાં આચાર્યનો અભાવ સહિત અપૂરતી સુવિધાના પ્રશ્નો સામે આવ્યો,વિદ્યાર્થી હિતમાં સ્ટાફ પ્રોફાઇલ સહિતની વિગતોની પ્રક્રિયા કરાઇ છે.જોકે પરામર્શના અંતે તા.10મી સુધી અવધિ લંબાવાઇ છે. -( દીપુબા દેવડા (કુલપતિ)

અન્ય સમાચારો પણ છે...