તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • છબીલા ચોકથી પિતાંબર તળાવ સુધી પાણીની લાઇન નાખવાનું કામ શરૂ

છબીલા ચોકથી પિતાંબર તળાવ સુધી પાણીની લાઇન નાખવાનું કામ શરૂ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
900 ડાયાની પાઇપ લાઇન નંખાયા બાદ એકાદ ઇંચ જેટલા વરસાદમાં પાણી ભરાઇ રહેવાની સમસ્યામાંથી મુક્તિ મળશે

પાટણશહેરના ટી.બી ત્રણ રસ્તાથી હારીજ ત્રણ રસ્તા સુધીના બાયપાસ રોડનું કામ શરૂ કરતા પહેલા માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂટમાં ચોમાસામાં વરસાદી પાણી ભરાવાના સ્પોટ વિસ્તારમાં સ્ટ્રોમવોટર લાઇન નાંખવાનું શરૂ કરવામાં આવ્યુ છે. જેમાં વર્ષોથી પાણી ભરાવાના સમસ્યાથી ઘેરાયેલા રહેતા છબીલા ચોકથી પીતાબર તળાવ સુધીમાં વિસ્તારમાં 900 ડાયાની પાઇપલાઇન નાંખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

ચોમાસામાં એકાદ ઇંચ વરસાદ થાય અને છબીલા પારેવા સર્કલ આગળ કલાકો સુધી પાણી ભરાવાની સમસ્યાના કારણે વાહનચાલકોને પણ મુશ્કેલીઓ સર્જાતી હોય છે અને વર્ષોની સમસ્યાના પગલે પાલીકાએ બાયપાસ રોડ બનાવવાનું કામ માર્ગ અને મકાન વિભાગને સોપેલું હોઇ રોડ પહેલા વરસાદી પાણી નિકાલની લાઇન નાંખવામાં આવી રહી છે.

જેમાં રૂટમાં આગળ જતા પટોળા હાઉસથી ઢાળના રસ્તે ચોકમાં,રામનીવાડી બાજુ રેલવે ક્રોસીગ લાઇન સુધી પણ ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા રહેતી હોઇ ત્યાં સ્ટ્રોમવોટર લાઇન નાંખવામાં આવશે.પાટણ માર્ગ અને મકાન વિભાગના આ.ઇજનરે પારસભાઇ પટેલે જણાવ્યુ હતું કે, છબીલા ચોકમાં ચોમાસામાં વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા હતી તે 900 ડાયાની લાઇન બાદ સર્જાશે નહી.જોકે ચોમાસા પહેલા પીતાબર તળાવ ખાલી હોવુ જોઇએ જેથી લાઇનનું પાણી તળાવામાં નિકાલ થઇ શકે,નહિ તો પાણી બેક આવશે.

અન્ય સમાચારો પણ છે...