તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • અમરનાથની યાત્રા કરીને શંખેશ્વર પાટણના યાત્રિકો હેમખેમ પરત ફર્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરનાથની યાત્રા કરીને શંખેશ્વર-પાટણના યાત્રિકો હેમખેમ પરત ફર્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

પાટણજિલ્લામાંથી ભગવાન અમરનાથ બાબાની યાત્રા કરવા ગયેલા યાત્રિકોની એક ટૂર પરત આવી ગઇ છે. શંખેશ્વર અને પાટણ સહિત અન્ય સ્થળોના યાત્રિકો હેમખેમ શંખેશ્વર ખાતે આવી પહોંચતાં તેમના પરિવાજનોએ રાહતનો દમ લીધો હતો.

શંખેશ્વરથી ગત 28 જૂને અમરનાથ યાત્રાઅે 30 યાત્રિકો શંખેશ્વરના, 12 પાટણના અને 8 રસોયા કર્મીઓ પાટણના મળી 50 યાત્રિકો દર્શનાર્થે ગયા હતા. જેઓ અમરનાથ યાત્રા કરી બાલતાલ ખાતે નીચે પરત ઉતર્યા તેવા સમયે કાશ્મીરમાં તોફાનો ફાટી નીકળતા બાલતાલ ખાતે મિલીટરી કેમ્પમાં ત્રણ દિવસ ફસાઇ ગયા હતા, જેના કારણે પરિવારજનો ચિંતિત બન્યા હતા. તેમજ જિલ્લા તંત્ર દ્વારા પણ તેઓની સલામતીને લઇ એલર્ટ હતું. ત્યારે 19 દિવસની યાત્રા પૂર્ણ કરી તમામ યાત્રિકો રવિવારે સાંજે શંખેશ્વર અને પાટણ ખાતે સ્વગૃહે પહોચ્યા હતા. જ્યાં સગા સંબંધી અને ગ્રામજનોએ હાર પહેરાવી સ્વાગત કર્યું હતું.

યાત્રામાં ગયેલ શરદભાઇ દિક્ષિત, દાદુભાઇ સિંધવ અને જગદીશભાઇ ડાભીએ જણાવ્યું હતું કે કાશ્મીરમાં હિંસા અને તોફાનોના કારણે ત્રણ દિવસ બાલતાલ ખાતે મિલીટરી કેમ્પમાં રોકી દેવામાં આવ્યા હતા, જ્યાં મિલીટરીના જવાનોઅે બહુ સહકાર આપ્યો હતો. 730 કિ.મી સતત મુસાફરી કરી બહાર નીકળી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો