તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • ફેમિલી ડોક્ટર અને વકીલ રાખો છો તો ફેમિલી ગુરૂ પણ રાખવા જોઇએ : જૈનાચાર્ય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફેમિલી ડોક્ટર અને વકીલ રાખો છો તો ફેમિલી ગુરૂ પણ રાખવા જોઇએ : જૈનાચાર્ય

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જીવનમાંગુરૂની કિંમત અને જરૂરીયાત શું છે જાણવા માટે અંધકારમાં અટવાતા માણસને જેટલી સૂર્યની જરૂર છે, ભયંકર અટવીમાં ફસાયેલાને સધિયારાની જેટલી કિંમત હોય છે એના કરતાંય વધુ ઉપકારિતા ગુરૂની સમાજ માટે અનિવાર્ય છે. શબ્દો પાટણના પંચાસરા પાસેના નગીનભાઇ પૌષધશાળામાં ચાતુર્માસ બિરાજમાન જૈનાચાર્ય સાહિત્યકાર પૂર્ણચન્દ્ર સૂરીશ્વરજીના પ્રખર શિષ્ય યુવા પ્રવચનકાર આચાર્ય યુગચન્દ્ર સૂરિજીએ ખીચોખીચ મેદનીથી ઉભરાયેલા પ્રવચન હોલમાં ઉચ્ચાર્યા હતા. ગુરૂપૂર્ણિમાનું લોકોત્તર મહત્વ સમજાવતાં જૈનાચાર્યએ ફરમાવ્યું હતું કે માણસે તેની જીંદગીમાં ફેમિલી ડોક્ટર, વકીલ સૌએ રાખ્યા છે પણ ફેમિલી ગુરૂ તરીકે કોઇને સ્થાપિત કર્યા છે ખરા. આવતીકાલથી અધ્યાત્મ કલ્પદ્વુમ શાસ્ત્ર ગ્રંથનું મંગલવાંચન કરશે. સમય સવારે 9 : 45થી 10 : 45નો રખાયો છે. અવસરે અચુક હાજર રહી અણમોલ લ્હાવો મેળવવા અનુરોધ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો