Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વરાણામાં ચાર વેદની પૂજાનો અનોખો કાર્યક્રમ સંપન્ન થશે
વરાણામાં ચાર વેદની પૂજાનો અનોખો કાર્યક્રમ સંપન્ન થશે
અષાઢસુદ પૂર્ણિમાના રોજ ગુરૂ પૂર્ણિમાનો પર્વ પાટણ શહેર સહિત જિલ્લામાં ધામધૂમથી શ્રદ્ધાભેર યોજવામાં આવશે. જેમાં શહેરમાં આવેલા દેવ મંદિરોમાં બિરાજમાન સંતો મહંતો મહાત્માઓનું પૂજન તેમના ભકતો દ્વારા કરવામાં આવશે. નવીન આયોજનમાં સમીના વરાણા ખાતે પૂજ્ય નિજાનંદ સ્વામીજીના હસ્તે ચાર વેદોનું પૂજન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
પાટણમાં પંચમુખી હનુમાનજી મંદિરે દિવંગત સંત નર્મદાગીરીજી મહારાજની ગાદીની પૂજા કરાશે. વેરાઇ ચકલા અને સાગોડીયા આશ્રમ ખાતે ભાનુવિજયજી મહારાજની ભાવ પુજા કરવામાં આવશે. અંબાજી મંદિર ગોળશેરીમાં પાઠક સાહેબની ગુરૂગાદી ખાતે ગોપાલભાઇની ભેટ પૂજા કરવામાં આવશે. સિધ્ધનાથ મહાદેવ મંદિરે આતુભાઇ મહારાજ, જલારામ મંદિરે રશ્મીકાન્તભાઇની ગુરુપૂજા કરાશે. પાટણના નવી કાળકા મંદિરે વેદગીરી મહારાજની સમાધિના સ્થળે ગુરૂપૂજા કરાશે. ખારીવાવડી ગામે આવેલા આશ્રમ ખાતે સનાતન પ્રેમ સ્નેહી પરીવારના નટવરલાલ મહારાજ માંડોત્રીની ભેટપૂજા કચ્છ રાજસ્થાનના ભક્તો દ્વારા કરાશે. પાટણ કુણઘેર રોડ પર ફૂલજોગણી માતાની જગ્યાએ પણ પ્રસંજ ઉજવાશે. ગણેશવાડીમાં આભાદીદી, બ્રહ્માકુમારી સેન્ટરમાં નીલમદીદી, અનય મંદિરોમાં પૂજા અર્ચના થશે. ચાણસ્મા ખાતે સચ્ચિદાનંદ સ્વામી આશ્રમે પ્રસંગ થશે. હારિજના અડીયા ગામે દુધેશ્વર મહાદેવમાં ગજાનંદગીરી મહારાજ, લોટેશ્વર શીવાનંદ સ્વામી મહારાજની ભેટપૂજા થશે. ચંદ્રુમાણામાં અલખ ધુણે રામદેવરાની અખંડ જ્યોતની નિશ્રામાં પૂજન થશે. હારિજના જૂનામાંકા ગામે ગોદડીયાબાપાની ગુરૂગાદીની પૂજા થશે. સરસ્વતીના ગામેગામ દોલતરામ મહારાજ આદી સંતવર્યો અને પાટ પરંપરાના ગાદીપતીઓની ભેટપૂજા કરાશે.