તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • ખાનસરોવરમાં ન્હાવા પડેલ યુવાનનો બીજા દિવસે પણ કોઈ પત્તો લાગ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાનસરોવરમાં ન્હાવા પડેલ યુવાનનો બીજા દિવસે પણ કોઈ પત્તો લાગ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

પાટણશહેરના ખાનસરોવરમાં ત્રણ વર્ષના બાળકને લઇને એક યુવતી ડુબી ગયાના બનાવના બીજા દિવસે ગુલશન નગરનો એક યુવાન તળાવમાં ન્હાવા જતા ડૂબી ગયો હતો. જેની પાલિકા ફાયરના તરવૈયાઓ દ્વારા સોમવાર સાંજ સુધી પાણીમાં શોધખોળ છતા પત્તો લાગ્યો નહોતો. છેવટે અંધારૂ થવા આવતા તરવૈયાએ શોધખોળ પડતી રાખી હતી.

શહેરના ગુલશન નગરમાં રહેતા ગરીબ પરિવારનો યુવક એજાજભાઇ હાંસમભાઇ ચૌહાણ રવિવારે સાંજે ખાન સરોવરમાં નાહવા પડતા તે પાણીમાં ડૂબી ગયો હતો. જેને પગલે પાલિકા ફાયરના બે અને સ્થાનિક બે તરવૈયા મળીને ચાર માણસોએ સાંજથી તપાસ શરૂ કરી હતી અને રવિવારે સાંજ બાદ સોમવારે સવારે 5-30 વાગ્યાથી તળાવમાં ફરી યુવાનની શોધખોળ આદરી હતી, જે સાંજે 6-30 વાગ્યા સુધી ચાલી હતી. જ્યાં દિવસ દરમ્યાન ડિવિઝન પોલીસ, પાલિકા કારોબારી ચેરમેન લાલેશ ઠક્કર, મુસ્લિમ આગેવાનો ઘટનાસ્થળે ઉમટ્યા હતા. જોકે યુવકનો કોઇ પત્તો લાગ્યો નહોતો અને સાંજે અંધારૂ થવા આવતા તરવૈયા તળાવમાંથી બહાર નીકળી ગયા હતા.પાટણ નગરપાલિકાના કારોબારી ચેરમેન લાલેશ ઠક્કરે જણાવ્યુ હતું કે, ખાનસરોવર આસપાસ ફિલ્ટરપ્લાન્ટ, સર્કિટ હાઉસ અને મસ્જિદ એમ ત્રણ સાઇડમાં સીસી કેમેરા લગાવીને સરોવરનો ઘણો ભાગ કેમેરામાં આવરી લેવામાં આવશે.

અંધારૂ થવા આવતા તરવૈયાએ શોધખોળ પડતી રાખી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો