તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • વરસાદી સિઝન શરૂ થતાં પાટણમાં વાયરલ ફીવરના કેસમાં વધારો થયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરસાદી સિઝન શરૂ થતાં પાટણમાં વાયરલ ફીવરના કેસમાં વધારો થયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

પાટણશહેરમાં ચોમાસાની સિઝન શરૂ થતા વાયરલ ફીવરના કેસોમાં ઉછાળો આવ્યો છે. વાતાવરણમાં ફેરબદલ થતાં તાવ, શરદી, ઉધરસનું પ્રમાણ આગઉના સપ્તાહ કરતા ચાલુ સપ્તાહમાં વાયરલ ફીવરના દર્દીઓના પ્રમાણમાં વધારો થયો છે.

શહેરમાં વરસાદી સિઝનમાં દિવસે ગરમી અને રાત્રે હળવી ઠંડી જેવા બદલાતા વાતાવરણમાં નબળી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા લોકો તાવ, શરદી, ઉધરસમાં સપડાવા લાગ્યા છે. જેમાં શહેરમાં હળવા વરસાદ પછી ઠેર ઠેર ગાબળાઓમાં પાણી ભરાઇ રહેતા મચ્છરોનો ઉપદ્રવ શરૂ થવા લાગ્યો છે. જેમાં જુલાઇના તા.4થી 9ના અઠવાડીયા દરમ્યાન 23 ખાનગી અને સિવિલ હોસ્પિટલોમાં તાવ, શરદી, ઉધરસ જેવા વાયરલ ફીવરના શહેરના વિવિધ વિસ્તારના કુલ 75 કેસ નોધાયા હતા. જ્યારે ત્યારબાદ વાયરલ ફીવરનું પ્રમાણ વધીને તા.11થી 16 જુલાઇ દરમ્યાન હોસ્પિટલોમાં કુલ 175 જેટલા વાયરલ ફીવરના કેસ નોધાયા હોવાનું પાટણ અર્બન હેલ્થ સેન્ટરના સૂત્રોએ જણાવ્યુ હતું.

બદલાતા વાતારણથી વાયરલના કેસ વધ્યા

પાટણઅર્બન હેલ્થ ઓફીસર ર્ડા.હિમાંશુ દવેએ જણાવ્યુ હતું કે, વાતાવરણમાં ફેરબદલો આવતા તાવ, શરદી, ઉધરસ જેવા વાયરલ ઇન્ફેક્રશનના કેશ ગત અઠવાડીયા કરતા વધ્યા છે. જોકે મેલેરીયા, ડેન્ગ્યુ, ચીકન ગુનિયાનો એક પણ કેશ નથી. શહેરમાં 24 આશા બહેનો મારફતે સ્લમ વિસ્તારોમાં પાણીમાં પોરાનાશક દવા છંટકાવ કરવામાં આવી રહ્યો છે. જે પૈકી અત્યારસુધી 1700 જેટલી દવાયુક્ત મચ્છરદાની કરાઇ છે.

1700 મચ્છરદાની દવાયુક્ત કરાઈ

જૂનથીઓક્ટોબર સુધીની સિઝન મચ્છરોની વધુ ઉત્પત્તિ થવાની રહેતી હોય છે. દરમ્યાન પાટણ શહેરના નાના-મોટા 48 વિસ્તારોમાં ડોર ટુ ડોર આશાવર્કર અને ફીમેલ હેલ્થ વર્કર દ્વારા જેમના ઘરે મચ્છદાની હોય ત્યાં મચ્છરદાની દવાયુક્ત કરી આપવાનું શરૂ કરવામાં આવ્યુ છે. જેમાં તાજેતરમાં શ્રમજીવી, રાધનપુરીવાસ, રોહિતનગર સહિતના સ્લમ વિસ્તારમાં કવાયત ચાલી રહી છે. પાંચ મહિના દરમ્યાન શહેરમાં 5300 દવાયુક્ત મચ્છરદાની કરવાનો લક્ષાક નિર્ધારીત કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો