તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • ગામડાઓનોવિકાસ કરવા માટે કેન્દ્રીય 14માં નાણાં પંચ દ્વારા ગ્રામપંચાયતોને

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગામડાઓનોવિકાસ કરવા માટે કેન્દ્રીય 14માં નાણાં પંચ દ્વારા ગ્રામપંચાયતોને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગામડાઓનોવિકાસ કરવા માટે કેન્દ્રીય 14માં નાણાં પંચ દ્વારા ગ્રામપંચાયતોને કરોડો રૂપિયાની ગ્રાન્ટો અપાઈ રહી છે પરંતુ તંત્રની ગોકળ ગતિની કામગીરીથી વિકાસના કામો સમયસર શરૂ થઇ શકતા નથી. જેમાં વર્ષ 2015 માં પાટણ જિલ્લાની 466 ગ્રામપંચાયતોને રૂ.25 કરોડની ગ્રાન્ટ આપવામાં આવી હતી પણ તેમાંથી માત્ર 16 કરોડના કામોને હજુ હવે મંજૂરી અને કામો શરૂ કરવા માટેની સૂચના આપી છે. બાકીના નવ કરોડની ગ્રાન્ટમાં કામોને મંજૂરી હજુ અધ્ધરતાલ છે. જોકે ગ્રામપંચાયતો માટે વર્ષ 2016-17ના વર્ષની વધુ રૂ.15 કરોડની ગ્રાન્ટનો પ્રથમ હપ્તો જિલ્લા પંચાયતના હવાલે કરાયો છે.

ગ્રામીણ વિકાસ માટે કેન્દ્રીય 14મા નાણાં પંચની ગ્રાન્ટો હવે સિધી ગ્રામપંચાયતોને આપવામાં આવે છે પરંતુ કામોના આયોજન વહીવટી મંજૂરીઓ સહિતની કામગીરી તંત્ર દ્વારા ખૂબજ ધીમી ગતિએ ચાલતી હોવાથી ઝડપથી વિકાસના કામો થતાં નથી. વર્ષ 2015-16માં જિલ્લાની તમામ 466 ગ્રામપંચાયતોને વિકાસ કમિશનર દ્વારા રૂ.25 કરોડની ગ્રાન્ટ આપી દેવામાં આવી છે પરંતુ તે ગ્રાન્ટનાં કામોની હજુ કોઇ ખાસ કોઇ પ્રગતિ નથી. હવે મોડે મોડે રૂ.25 કરોડના કામો કરવા માટે મંજૂરી આપી તે કામો શરૂ કરવા માટે સૂચના આપી છે. વર્ષ 2015 નું વર્ષ પૂર્ણ થઇ ગયું છે. વર્ષ 2016 ના વર્ષને પણ માસ વિતી ગયા છતાં ગયા વર્ષનાં રૂ.25 કરોડનાં કામોનાં હજુ કોઇ ઠેકાણાં નથી.

16 કરોડનાં કામોને મંજૂરી અાપવામાં આવી છે જેમાં પાણી ગટર રસ્તા અને બાંધકામને લગતાં રૂ.10.89 કરોડનાં કામો થશે. સામાજીક સેવાઓ શિક્ષણ બાળવિકાસ અને ઇ-ગ્રામ પાછળ રૂ.2.40 કરોડ ખર્ચાશે. જયા્રે સામુહિક સંપત્તિના નિભાવ અને મરામતના રૂ.2.83 કરોડના કામોને ટીડીઓ દ્વારા મંજૂરીઓ આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો