તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાયોનિયર સ્કૂલના ક્ષિતિજ ઉત્સવમાં વિદ્યાર્થીઓએ કલાનાં કામણ પાથર્યા

પાયોનિયર સ્કૂલના ક્ષિતિજ ઉત્સવમાં વિદ્યાર્થીઓએ કલાનાં કામણ પાથર્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોલાપુરકે.સી.પટેલ વિદ્યાસંકુલમાં પાયોનિયર સ્કૂલના ક્ષિતિજ- 2016 વાર્ષિકોત્સવનું ફિલ્મ અભિનેતા અને સાંસદ પરેશ રાવલે ઉદ્દઘાટન કરી શિક્ષણ થકી દેશધર્મ અને માનવતાના મૂલ્યોનું ઘડતર કરવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યુ હતું. પ્રસંગે યોજાયેલા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓએ દર્શકોને કલાકસબ રજૂ કરીને મંત્રમુગ્ધ કર્યા હતા.

આરોગ્ય મંત્રી શંકરભાઇ ચૌધરી, કેળવણીકાર દિલિપભાઇ દેશમુખ, પ્રદેશ ભાજપના મહામંત્રી કે.સી.પટેલ સહિત અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા વાર્ષિકોત્સવ પ્રસંગે કેમ્પસની શાળા-કોલેજના છાત્રોએ પરેશ રાવલ સાથે સેલ્ફી લીધી હતી. જ્યારે છાત્રોએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં મંચ પરથી તલવાર રાસ, ગરબા, રાજસ્થાની નૃત્ય રજૂ કરીને ઉપસ્થિત સૌને ડોલાવ્યા હતા. સમારોહમાં સંસ્થાના ટ્રસ્ટી જીતેન્દ્રભાઇ પટેલ, વિકાસ પટેલ, હેમંત તન્ના, નૈતિક પટેલ, આર.સી. પટેલ, વિવેક પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...