તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણમાં ગુર્જર પ્રજાપતિ અને પંચાલ સમાજનો સમૂહલગ્નોત્સવ યોજાયો

પાટણમાં ગુર્જર પ્રજાપતિ અને પંચાલ સમાજનો સમૂહલગ્નોત્સવ યોજાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણશહેરમાં રવિવારે બાર પરગણાં ગુર્જર પ્રજાપતિ સમાજના યોજાયેલ સમૂહલગ્નમાં 37 નવયુગલ લગ્નગ્રંથીથી જોડાયા હતા. જ્યારે પંચાલ સમાજના લગ્નોત્સવમાં વરવધુૂએ અગ્નિની સાક્ષીએ ફેરા ફરીને દામ્પત્ય જીવનમાં પગરણ કર્યુ હતું. પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના ભાઇ બહેનો હાજર રહ્યા હતા. નવદંપતીઓને સમાજના દાતાઓ તરફથી ભેટ સોગાદો અર્પણ કરાઇ હતી.

શહેરના એમ.એન. હાઇસ્કૂલ નજીક શિશુમંદિરના મેદાન સંકુલમાં બાર પરગણાં ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ દ્વારા આયોજીત 15માં સમૂહલગ્નમાં 37 યુગલોએ પ્રભુતામાં પગલાં માડ્યા હતા. પ્રસંગે પાટણ, મહેસાણા, કડી, ડીસા, સરીયદ, હારિજ, કુંભાણા સહિત વિવિધ ગામ, શહેરોમાંથી ગુર્જર પ્રજાપતિ ઉમટ્યા હતા. સંકુલ બહાર ખાણીપીણીના સ્ટોલો પણ જમાવડો થયો હતો. ધારાસભ્ય રણછોડભાઇ દેસાઇ સહિત આગેવાનોએ ઉપસ્થિત રહી નવદંપતીને આશીર્વચન પાઠવ્યા હતા. સંકુલમાં અબોલ પક્ષીઓ માટે દાનફાળો એકત્ર કરાયો હતો. જેમાં સમાજના અબાલવૃધ્ધ સૌએ યથાશક્તિ ફાળો અર્પણ કરીને સદ્દકાર્યને દીપાવ્યું હતું.

જ્યારે યુનિવર્સિટી રોડ પર સિંધવાઇ મંદિર સંકુલમાં પંચાલ સમાજના 27મા સમૂહ લગ્નમાં યુગલો લગ્નગ્રંથીથી જોડાયા હતા. જેમાં બિલીયા, નવાપુરા, કાનોસણ, ઉધરા સહિતના ગામોમાંથી લોકો હાજર રહ્યા હતા. જ્યારે દાતાઓ તરફથી નવદંપતીઓને ભેટ સોગાદો અર્પણ કરાઇ હતી.

પંચાલ સમાજના સમૂહ લગ્નમાં નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યાં.

અન્ય સમાચારો પણ છે...