તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • મધ્યાહન ભોજન કેન્દ્રોમાં ગેસના બદલે લાકડાનો ઉપયોગ કરાતાં રીકવરી કાઢી

મધ્યાહન ભોજન કેન્દ્રોમાં ગેસના બદલે લાકડાનો ઉપયોગ કરાતાં રીકવરી કાઢી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણજિલ્લાની શાળાઓમાં ચાલતા મધ્યાહન ભોજન કેન્દ્રોમાં જલાઉ લાકડાની જગ્યાએ ગેસની બોટલ બળતરમાં વપારવા સરકાર દ્વારા સૂચના આપવામાં આવેલી છે, જોકે ગેસ એજન્સીઓ દ્વારા ગેસની પૂરતી બોટલ મળતા સંચાલકોએ બળતણ તરીકે જલાઉ લાકડાં વાપરીને તેના વાઉચર મૂકી દીધા હતા. બાદમાં ડેપ્યુટી કલેકટર દ્વારા મામલતદારો મારફતે જલાઉ લાકડાના ખર્ચની રીકવરી કરવા કેન્દ્ર સંચાલકોને વારંવાર સુચના આપવામાં આવતા માનસિક તાણ અનુભવી રહ્યા છે અને સંચાલકોને ફૂટા કરવાની સૂચનાથી ચિંતિત બન્યા છે ત્યારે જલાઉ લાકડાનો ખર્ચ ગ્રાહ્ય રાખી રીકવરી રદ કરવાની માંગણી કરાઇ હોવાનું પાટણ જિલ્લા મ.ભો.યોજના કર્મચારી સંઘના પ્રમુખ વિનયસિંહ ઝાલાએ જણાવ્યું હતું.

સંચાલક સંઘના પ્રમુખે જણાવ્યું હતું કે, ગેસ એજન્સીઓ મારફતે અગાઉ ઘરેલુ ગેસની જેમ એક બોટલ મળતી હતી. જ્યારે મોટા કેન્દ્રો પર વધુ બોટલોની જરૂર પડે છે તેમ છતાં એક બોટલ એજન્સી દ્વારા આપવામાં આવતી હતી. જેના કારણે બાળકોની રસોઇ બનાવવામાં તકલીફ પડતી હોઇ બળતણમાં જલાઉ લાકડાંનો ઉપયોગ કર્યો હતો. રાજ્યના અન્ય જિલ્લામાં જલાઉ લાકડા તથા ગેસના બિલો ગ્રાહ્ય રાખવામાં આવે છે.

પરંતુ માત્ર જિલ્લામાં મંજૂર કરવામાં આવેલા નથી. જે જલાઉ લાકડાના વાઉચર મૂકવામાં આવ્યા છે તેમાં તમામ કેન્દ્રોની રીકવરીની રકમ ભરપાઇ કરવા છેલ્લા ત્રણ મહિનાથી દબાણ કરવામાં આવે છે અને રીકવરી ભરે તો સંચાલકોને છૂટા કરવા ડેપ્યુટી કલેકટર દ્વારા મામલતદારને સૂચનાઓ આપવામાં આવી છે. માસિક રૂ.એક હજારનું માનદવેતન લેતાં સંચાલકો સરકારની મર્યાદામાં રહીને બળતણ ખર્ચ કર્યો છે, છતાં નાયબ કલેકટર દ્વારા સંચાલકોને મનસ્વીપણુ રાખીને હેરાન કરવાના ઇરાદાથી રીકવરી વસુલાત કરવા મામલતદારો મારફતે સંચાલકોને આદેશ કરાતો હોવાનો આક્ષેપ પ્રમુખે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...