• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • રાધનપુરમાં આડેધડ દોડતા અને પાર્ક થતા વાહનો સામે લાલ આંખ

રાધનપુરમાં આડેધડ દોડતા અને પાર્ક થતા વાહનો સામે લાલ આંખ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
5 વાહન ચાલકો સામે પોલીસ મથકે ગુન્હો નોંધાયો

રાધનપુરપોલીસ દ્વારા ટ્રાફિકમાં અડચણરૂપ બને તે રીતે પુરઝડપે ચલાવતા રીક્ષા છકડો કમાન્ડર જીપ સામે પગલાં લેવાયા છે તેમજ પીધેલી હાલતમાં રિક્ષા અને બાઇક દોડાવતા શખ્સો સામે રાધનપુર પોલીસ મથકે ગુન્હો નોંધાયો છે.

રાધનપુરમાં હાઇવે ચાર રસ્તા પર રિક્ષા જીજે 24 ડબલ્યુ 1389ના ડ્રાઇવર રાવળ અરવિંદભાઇ છગનભાઇ પુરઝડપે ચલાવતાં પકડાયો હતો. છકડાનો ડ્રાઇવર લાલાભાઇ રામાભાઇ ભરવાડે જીજે.24 વી 4225 રોડ વચ્ચે અડચણરૂપ રીતે ગાડી ઉભી કરી હતી જ્યારે કમાન્ડર જીપ ડ્રાઇવર અમીનભાઇ શેખ હુસેન પણ તેની જીપ જીજે 2 9805નું ટ્રાફિકને અડચણરૂપ રીતે ઉભી કરી હતી.

રાધનપુરમાં ગંજ બજારમાં રીક્ષા જીજે 24 ડબલ્યુ 960 ચાલક ભરતભાઇ ઠાકોર અને રાધનપુરમાં જીઇબી પાસે બાઇક જીજે 28 9770 ચાલક રાજેશભાઇ સોલંકી બે શખ્સો દારૂ પીધેલી હાલતમાં ચલાવતા પડકાઇ ગયા હતા.આ તમામ પાંચ શખ્સો સામે રાધનપુર પોલીસ મથકે ગુન્હો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...