પાટણમાં ધર્મબોધ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણમાંબિરાજમાન જૈનાચાર્ય યુગચંદ્ર સૂરિશ્વરજી મહારાજે ગાંધીના ગુજરાતમાં સખત દારૂબંધીની હિમાયત કરી હતી અને સખ્તાઇ પૂર્વક કાયદાનો અમલ કરાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે સિદ્ધરાજ જયસિંહના મંત્રીએ સાતેય વ્યસનો નાબૂદ કરાવ્યા હતા, તેની છણાવટ પણ કરી હતી અને તેમાંથી બોધપાઠ લેવા સલાહ આપી હતી.

જૈનધર્મ વિશ્વના તમામ વ્યકિતઓ માટે કેટલો ઉપકારક અને સાર્થક બની શકે તેવો છે તેનું વિવિધ દ્રષ્ટિકોણથી મૂલ્યાંકન સમજાવતાં જૈનાચાર્ય વિજય યુગચન્દ્ર સૂરિશ્વરજીએ પાટણ મંડપ ખાતેના પ્રવચનમાં જણાવ્યું કે, હવે ઓકટોબર મહિનો આવતાં દેશ અને રાજયસ્તરે ગાંધીજયંતી નિમિત્તે કંઇક ને કંઇક અાયોજનો અને યોજનાઓ જાહેર થશે. ખાદી ગ્રામોદ્યોગ પણ પૂરજોશમાં સક્રિય બનશે, પણ આજની વાસ્તવિક દુર્દશાના ભોગ બની ગયેલા ગાંધીના કહેવાતા ગુજરાતમાં કાયદાની રૂએ દારૂબંધી હોવા છતાં ચારેકોર એની બોલબાલા છે. માત્ર કાયદો ઘડી કાઢવાથી કામ પતી જતું નથી એનું સખ્તાઇ પૂર્વકનું પાલન પણ એટલું આવશ્યક છે. ગુનેગાર સામે કડક શિક્ષાની જોગવાઇ રાખવામાં આવે તો દૂષણો મૂળમાંથી ઉખડયા વિના ના રહે.

જૈનાચાર્યએ માંડવગઢના જૈનમંત્રી પેથડ શાહે સમગ્ર રાજયમાં પોતાની કુનેહભરી બુદ્વિથી માત્ર દારૂ નહીં પણ સાતેય વ્યસનોને તિલાંજલી અપાવી હતી. રાજાના ગુપ્તચરો સતત આની પર નજર પણ રાખતા હોવાથી કોઇ ભૂલે ચૂકેય એનું સેવન કરતો જોવા મળતો હતો. રાજા જયસિંહ દેવની કૃપા ઝીલીને જૈન મંત્રીશ્વરે આવા તો કેટલાય લોક કલ્યાણ અને પ્રજાહિતના કાર્યો કર્યા હતા. જૈનાચાર્યનું પ્રવચન સાંભળવા શ્રાવકોની ભીડ જામે છે.

ગુજરાતમાં માત્ર કાયદાની રૂએ દારૂબંધી, બાકી ચારેકોર એની બોલબાલા છે : યુગચંદ્રસૂરિશ્વર

અન્ય સમાચારો પણ છે...