• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણમાં ચાણસ્મા હાઇવે પરનો રેલવે ફાટક બંધ કરાતાં મુશ્કેલી

પાટણમાં ચાણસ્મા હાઇવે પરનો રેલવે ફાટક બંધ કરાતાં મુશ્કેલી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બ્રિજ આસપાસની 50થી વધુ સોસાયટીઓનાં રહીશોમાં રોષ ભભૂક્યો, વીજકંપની સુધી જવા કિમીનો આંટો મારવો પડે છે

પાટણચાણસ્મા હાઇવે પરનો રેલવે ઓવરબ્રિજ કાર્યરત થયા બાદ રેલવે વિભાગે રેલવેફાટક બંધ કરી દેતાં બ્રિજની નજીકમાં આવેલી 50થી વધુ સોસાયટીઓના રહીશો અને રાહદારીઓની મુશ્કેલી વધી ગઇ છે.

બ્રિજ આસપાસની સોસાયટીના રહીશો અને રાહદારીઓ અવર-જવર માટે મોટાભાગે સર્વિસ રોડનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ શુક્રવારથી રેલવેફાટકથી બંને બાજુ સર્વિસ રોડ બંધ કરી દેવાતાં હવે વીજકંપની જવું હોય તો બ્રિજ ચડીને એક કિલોમીટર પરત આવવું પડે છે. શનિવારે સંખ્યાબંધ વાહન ચાલકોને સર્વિસ રોડ પર રેલવે ફાટક સુધી પહોંચીને પરત ફરવું પડયું હતું.રેલવે તંત્રના પગલાથી પેટ્રોલ- ડીઝલનો પણ વ્યય થશે.

રેલવે ફાટક બંધ કરી સર્વિસ રોડ પર માટીના ઢગલા કરી દેવાયા છે.

રેલવેની સિસ્ટમ મુજબ ફાટક બંધ કરાયો છે

પાટણરેલવે સ્ટેશન માસ્ટર શિવરામ મીનાએ જણાવ્યું કે, હવે ઓવરબ્રિજ ચાલુ ગઇ ગયો છે. તેથી ફાટક ખુલ્લો રાખી શકાય નહીં. રેલવેની સિસ્ટમના ભાગરૂપે ફાટક બંધ કરી દેવાયો છે. હવે કાયમ માટે બંધ રહેશે.

સર્વિસ રોડ બંધ કરીને લોકોની પરેશાની વધારી

બાલાજીગ્રીન બંગ્લોઝના રહીશ જગદીશભાઇ રામીએ જણાવ્યું કે, રેલવેફાટકથી સર્વિસ રોડ બંધ કરીને ત્રાસ કરી મૂક્યો છે. આના કરતાં બ્રિજ હતો તે સારૂ હતું. એક ડગલું જવા કિલોમીટર ફરવું પડે છે. સર્વિસ રોડ ચાલુ રાખવો જોઇએ.

અન્ય સમાચારો પણ છે...