તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મણુંદમાં બંધ મકાનમાંથી 39 હજારની મતાની ચોરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મકાન માલિક કચ્છમાં રહેતો હોવાથી ઘર બંધ રહેતું હોવાથી તસ્કરોએ લાભ ઉઠાવ્યો

પાટણતાલુકાના મણુંદ ગામે તસ્કરોએ બંધ મકાનમાંથી રોકડ રકમ રૂ.39 હજારની ચોરી કરી જતાં અંગે પોલીસે ઘટના સ્થળે દોડી જઇ ડોગ સ્કવોડ સહિત તપાસ હાથ ધરી હતી.

પાટણ તાલુકાના મણુંદ ગામે રહેતા નિલેષકુમાર બાબુલાલ પટેલ કચ્છમાં રાપર તાલુકાના ટીંડલવા ગામે રહીને રોજગાર ધંધો કરે છે. તેમનો દિકરો અને દિકરી પાટણ ખાતે રહીને અભ્યાસ કરે છે તેઓનુ મણુંદ ગામે આવેલુ઼ મકાન બંધ રહે છે જેમાં અઠવાડીયે દિકરો દિકરી પાટણથી મુલાકાત લઇ જતા હતા. ઘર રવિવારે બંધ હતું જેમાં કોઇ અજાણ્યા તસ્કરોએ ત્રાટકીને ઘરના વરંડા અને અંદર મુખ્ય દરવાજાનું તાળુ તોડી ઘરમાં પ્રવેશ કરી લાકડાના કબાટના ખાનામાંથી રૂ.4000 અને તીજોરી કબાટમાંથી રૂ.35000 મળી રૂ.39000 રોકડા તેમજ તીજોરીની લોકરની ચાવીઓ લઇ ગયા હતા. અંગે ઘરના નિલેષકુમારના કુટુંબી ભાઇએ જાણ કરતા તેઓ તાત્કાલીક દોડી આવ્યા હતા અને અંગે બાલીસણા પોલીસ મથકે ઘરફોડ ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

ઘટનામાં પોલીસે તપાસ કરતા ડોગસ્કવોર્ડ અને ફિગર પ્રિન્ટ નિષ્ણાતની મદદ લઇ તપાસ શરૂ કરી છે તેવું બાલીસણા પીએસઆઇ પી.બી.લકકડે જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...