તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • તુફાને રોડની સાઇડ પર ચાલતા જઇ રહેલા સાળા બનેવીને ટક્કર મારી

તુફાને રોડની સાઇડ પર ચાલતા જઇ રહેલા સાળા-બનેવીને ટક્કર મારી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પહેલા રોડની સાઇડમાં પાર્કિંગ કરેલા બાઇકને ટક્કર મારી, બાદમાં સાળા-બનેવીને ટક્કર મારતા એકનું મોત નીપજ્યું, એકને ઇજા

પાટણ-ડીસા હાઇવે રોડના ભાટસણ પેટ્રોલપંપ નજીકની ઘટના

પાટણ-ડીસાહાઇવે રોડ ભાટસણ પેટ્રોલપંપ નજીક ભાટસણ ગામના ઠાકોર વિષ્ણુજી ભીખાજી અને તેમના સાળા ઠાકોર વિપુલજી લખમણજી રહે.મોરપા ના બંન્ને જણા રોડની સાઇડ પર ચાલતા મંગળવારે બપોરના અરસામાં ભાટસણ બસસ્ટેન્ડ તરફ જઇ રહ્યા હતા તે સમયએ ડીસા તરફથી આવી રહેલી તુફાન ગાડી જીજે 08 ઝેડ 3186ના ડ્રાઇવરે પુરઝડપે અને ગફલતરી રીતે હંકારી આવતા રોડની સાઇડમાં પાર્કિંગ કરેલા બાઇકને અડફેટે લીધુ હતું. ત્યાથી થોડેક નજીક ચાલતા જઇ રહેલા સાળા બનેવીને પાછળથી ટક્કર મારતા તેઓ ફગોળાયા હતા. જેમાં ઘટના સ્થળે વિષ્ણુજીનું કરૂણ મોત થયુ હતું જ્યારે વિપુલજીને ગંભીર ઇજાઓ થઇ હતી ત્યારે જંગરાલ 108 મદદ સીએચસીમાં ખસેડાયા હતા.

મૃતકનું પીએમ કરાયુ હતું અને ઇજાગ્રસ્તને સારવાર હેઠળ લીધો હતો. જ્યારે અકસ્માત કરના તુફાનનો ડ્રાઇવર તેની ગાડી રોડ સાઇડમાં બાવળની ઝાડીમાં ધુસી ગઇ હતી તે ગાડી મુકીને ડ્રાઇવર નાશી છુટ્યો હતો. બનાવની વાગદોડ પોલીસ જાણ થતા પીએસઆઇ કે.પી.પટેલ સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી.

તુફનને બાઇકને ટક્કર માર્યા બાદ બાવળની ઝાડીમાં ધુસી ગઇ હતી

અન્ય સમાચારો પણ છે...