તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણમાં મકાન ખાલી કરાવવા ભાડુઆતને ધમકીથી ચકચાર

પાટણમાં મકાન ખાલી કરાવવા ભાડુઆતને ધમકીથી ચકચાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મકાન માલિક નાયબ કાર્યપાલક ઇજનેરે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોધાવી

પાટણનામોટીસરા ખાતે આવેલા નાયબ કાર્યપાલક ઇજનેરના મકાનમાં ભાડેથી રહેતા શખ્સને પાંચ દિવસ અગાઉ ત્રણ શખ્સોએ મકાન ખાલી કરવા માટે ધાકધમકી આપી તેમને નાયબ કાર્યપાલક ઇજનેર પાસે રૂ.25 લાખ લેવાનાં છે તેમ કહીને હોબાળો મચાવતા મંગળવારે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઇ હતી.

પાટણનાં વતની અને અરવલ્લી જિલ્લાના માલપુર ખાતે માર્ગ અને મકાન વિભાગ પંચાયતમાં નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાતા મહેશકુમાર પરમારનું પાટણમાં આંબેડકર ચોકમાં વડીલો પાર્જીત મકાન આવેલું છે જેમાં એક શિક્ષક પરીવાર ભાડુઆત તરીકે રહે છે.ગયા શુક્રવારે ત્રણ શખ્સો ગાડી લઇને ગયા હતા અને ભાડુઆતને ધમકી આપી હતી કે તેમને મહેશભાઇ પરમાર પાસે રૂ.25 લાખ લેવાના છે. જેથી મકાન ખાલી કરો અમારે લોક મારવું છે. ઇલમપુરના ઠાકોર છીએ અને અમે બે મર્ડર કરેલા છે તેવી ધમકીઓ આપતા નાયબ પોલીસ અધિક્ષક એલ.જે.સોલંકીને રજુઆત કરી હતી. બાદમાં અંગે પાટણ શહેર ડીવીઝન પોલીસે ત્રણ શખસો સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...