તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટણના વિનાયક મંદિરની દાનપેટી તસ્કરોએ તોડી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણશહેર મધ્યે શ્રીદેવ કોમ્પલેક્ષમાં આવેલા રીધ્ધીસિધ્ધી વિનાયક મંદિરની દાનપેટીને રાત્રી દરમ્યાન કોઇ તસ્કર તોડીને અંદરથી રોકડ ચોરી પલયાન થઇ ગયા હતા.સવારે વેપારીઓને ખબર પડતા પોલીસને જાણ કરતા સીસીટીવી ફૂટેજ ફંફોસવા લાગ્યા હતા.જોકે બનાવ અંગે ફરીયાદ નોધાઇ હોતી.

કોમ્પલેક્ષના ગણપતિ મંદીર ખાતે ગણેશોત્સવ યોજાયેલ હોઇ દાનપેટીમાં રોકડ જમા થયેલ હતી.આ દરમ્યાન રાત્રે કોઇ શખ્સો મંદીર બહારની દાનપેટીમાંથી રોકડ ચોરી ગયા હતા.બાદમાં સંકુલમાં આવતા વેપારીઓ દર્શન કરવા જતા દાનપેટી તૂટેલ હાલતમાં જણાતા વેપારીઓએ બીડીવીઝન પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવીને એસબીઆઇ એટીએમ સેન્ટરના સીસીકેમેરાના ફૂટેજ તપાસ્યા હતા.વેપારી દિનેશભાઇ પટેલ અને રમેશભાઇ પટેલે જણાવ્યુ હતું કે,દાનપેટીમાં આશરે રૂા.4 થી 6હજાર જેટલી રોકડ હતી.જે કોઇ તસ્કર તોડીને લઇ જતા પોલીસને જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...