તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાલિકા પ્રમુખના પતિ વેપારી વચ્ચે હાથાપાઇ,બજારો બંધ

પાલિકા પ્રમુખના પતિ-વેપારી વચ્ચે હાથાપાઇ,બજારો બંધ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલિકા બજારમાંથી તંત્રએ કબજે કરેલી 9 લારીઓનો મામલો: વેપારીના સમર્થનમાં મંગળવારે બંધ પળાયો

પાટણ પાલિકામાં ડખો | છુટ્ટા હાથની મારામારીથી હોબાળો, મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો

પાટણપાલિકા પ્રમુખના પતિ રાકેશ પટેલ અને પાલિકા બજારના વેપારી સંદિપ રાવલ સોમવારની સાંજે પાલિકામાં છુટ્ટા હાથની મારામારી પર આવી જતા હોબાળો મચ્યો હતો. તંત્રએ દબાણો હટાવવાના ભાગ રૂપે કબજે લીધેલી 9 લારીઓના મામલે લારીવાળા અને વેપારી સંદિપ રાવલ પાલિકામાં પહોંચ્યા ત્યારે ઘટના બની હતી. બંને પક્ષોએ પોલીસ સમક્ષ રજુઆત કરી છે.

પાટણ શહેરના પાલિકા બજાર બહાર ઉભી રહેતી લારીઓ વેપારી સંદીપ રાવલની વારંવારની રજુઆત બાદ પાલિકાતંત્ર દ્વારા જપ્ત કરાયા પછી સોમવારે મોડી સાંજે નગરપાલિકા ખાતે પ્રમુખને મળવા જતી વખતે વેપારી અને પ્રમુખના પતિ તેમજ લારીધારકો વચ્ચે મારામારી સર્જાતા હોબાળો મચી જવા પામ્યો હતો.મંગળવારે વેપારીના સમર્થનમાં પાલિકા બજારમાં કેટલાક વેપારીઓએ બંધ પાળીને અધિક નિવાસી કલેકટર સમક્ષ લારીવાળા સામે કાર્યવાહી કરવા રજુઆત કરી હતી.

સોમવારે સાંજે નગરપાલિકા સંકુલમાં પાલિકા બજારના લારીધારકો ગયા હતા ત્યારે સાંજે 6.30 વાગ્યાના અરસામાં પાલિકા બજારના વેપારી સંદીપ રાવલ પણ પ્રમુખને મળવા પહોચ્યા હતા તેઓ પ્રમુખની ચેમ્બર તરફ જતા હતા ત્યારે લારીવાળા સાથે ચકમક ઝરી હતી જ્યાં પ્રમુખ જાગૃતિબેન પટેલના પતિ રાકેશભાઇ અને વેપારી સંદીપરાવલ વચ્ચે ઝપાઝપી,હાથાપાઇ થતા હોબાળો મચી જવા પામ્યો હતો. ઘટનાની જાણ થતાં બાદમાં ડીવીઝન પોલીસ દોડી આવી હતી.

રાકેશ પટેલ અને સંદિપ વચ્ચે થયેલી હાથાપાય સીસીટીવીમાં કેદ થઇ

લારીઓથી દૂષણો સર્જાતા હોવાની રાવ

પાલિકાબજારનાવેપારી જયેશપટેલ સહિત અન્યોએ મંગળવારે અધિકનિવાસી કલેકટર એમ.જે.દવેને મળીને રજુઆત કરી હતી કે,લારીઓના દબાણથી ટ્રાફીક સમસ્યા,ગંદકી તેમજ સામાજિક દૂષણો સર્જાતા હોય છે. વેપારી સાથે અયોગ્યવર્તન કરનાર સામે પગલા લેવા માંગ કરી હતી.

મારી સામે ખોટા આક્ષેપો થતા હોવાથી રજુઆત કરવા જતો હતો : સંદિપ રાવલ (વેપારી

^લારીવાળા પાસેથી રૂા.એકહજારના હપ્તા લેતા હોવાની વાતો કરી મને ખોટો ચિતરવાનો પ્રયાસ થાય છે.પાલીકામાં સાંજે ગયો ત્યારે પ્રમુખના પતિ રાકેશભાઇએ ગડદાપાટુનો મારમારી બહાર કાઢ્યો હતો અને સંકુલમાં લારીધારકો ઘેરીવળી ગડદાપાટુનો મારમાર્યો હતો.

-સંદિપરાવલ (વેપારી

પીઆઇ શું કહે છે ? : બંન્નેતરફથી લેખિત રજુઆત મળી છે. પાલિકાના સીસીકેમેરાના ફુટેજ મેળવીને તે જોઇને આગળની કાર્યવાહી કરાશે.{ બી.એમ.દેસાઇ (પીઅાઇ-એ ડિવિ.પોલીસ સ્ટેશન)

સંદીપ ગાળો બોલી અંદર ઘૂસવા જતો હતો ત્યારે રોકવાનો પ્રયાસ કર્યો : પ્રમુખ પતિ

^સંદીપ રાવલ ગાળો બોલી અંદર ઘૂસવા જતા કર્મચારીએ અટકાવવાનો પ્રયાસ કરવા છતા માનતા હું સમયે મારા પત્ની અને પ્રમુખને લેવા ગયેલ હતો તેવા સમયે તે અંદર ઘૂસવા જતાં ધક્કો માર્યો હતો.છે. -રાકેશ પટેલ (પાલિકા પ્રમુખના પતિ)

અન્ય સમાચારો પણ છે...