તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણમાં આરોગ્યતંત્ર દ્વારા પ્રથમ દિ’ 40 ગામોનું સર્વે કરાયું

પાટણમાં આરોગ્યતંત્ર દ્વારા પ્રથમ દિ’ 40 ગામોનું સર્વે કરાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લામાંથી 786 તાવના કેસ મળ્યા

પોરા નાશક કામગીરીના તંત્રના દાવા નિષ્ફળ ગયા, સર્વેમાં 1310 પાત્રોમાંથી પોરા મળ્યા

પાટણજિલ્લામાં આરોગ્યતંત્ર દ્વારા 517 ગામોમાં શરૂ કરાયેલા સર્વે દરમ્યાન પ્રથમ દિવસે તંત્રને 40 ગામોમાંથી તાવના 786 કેસ મળી આવ્યા છે. જ્યારે 1310 સ્થળો પરથી મચ્છરોની ઉત્પતી કરતા પોરા મળી આવતા તંત્ર ચોકિ ગયું હતું.

પાટણ જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા 517 ગામોમાં સર્વ શરૂ કરવામાં આવ્યો છે. એક સપ્તાહમાં સમગ્ર જિલ્લાનાં તમામ ઘરો તપાસવામાં આવનાર છે. જેમાં મચ્છરોમાં બ્રીડીગ્સ અને લોકોને તાવની બીમારી છે કે કેમ કેવા પ્રકારનો તાવ છે તેની ચકાસણી શરૂ કરવામાં આવી છે જેમાં પ્રથમ દિવસે 40 ગામોમાં 44933 ઘરોનો સર્વે કરવામાં આવ્યો હતો જેમાંથી 786 તાવના કેસ મળી આવ્યા હતા. જેમાં મેલેરીયાના બે કેસ મળી આવ્યા હતા. જ્યારે પાણી ભરેલા 1310 પાત્ર પોરા મળી આવતા તમામ પાત્રો માંથી પાણી ખાલી કરી દવા છંટકાવ કરાયો હતો.

નાંદોત્રીના મલ્ટી પર્પઝ વર્કરને નોટીસ

મુખ્યજિલ્લા આરોગ્ય અધિકારી ડો.સતિષ મકવાણાએ દશાવાડા અને નાંદોત્રી ગામમાં સરપ્રાઇઝ વિઝીટ કરી હતી.જેમાં નાંદોત્રીમાં ત્રણથી ચાર જગ્યાએ પોરા જોવા મળતા તેમણે સ્થળપરજ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરને નોટીસ ફટ કારી હતી.

અન્ય સમાચારો પણ છે...