સા. પ્રવાહમાં દશકાનું સૌથી ઓછું 50.57% પરિણામ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતમાધ્યમીક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરીણામમાં પાટણ જિલ્લા માટે ડુંગર પર ચડયા પછી ગબડી પડયા જેવી હાલત સર્જાઇ છે.ગયા વર્ષે 75.84 ટકા સાથે રાજ્યમાં પાંચમા ક્રમે રહેલ જિલ્લો વખતે 50.57 ટકા પરિણામ સાથે રાજ્યમાં 24 મા ક્રમે પાછળ ધકેલાઇ ગયો છે.

જિલ્લામાં કુલ 11462 વિદ્ધાર્થીઓ નોધાયેલા હતા તે પેકી 11299 છાત્રોએ પરીક્ષા આપી હતી જેમાંથી 5551 પરીક્ષાર્થીઓ ઉત્તિર્ણ થયા છે જ્યારે 5748 પરીક્ષાર્થીઓ નીડ ઇમ્પ્રુવમેન્ટ કેટેગરીમા છે એટલે કે તેઓ નાપાસ થયા છે જેમને ફરીથી પરીક્ષા આપવી પડશે.નાપાસ થયેલા છાત્રોની સંખ્યા વખતે બમણી થઇ જવા પામી છે. સતત ત્રીજાવર્ષે જિલ્લાનો એકપણ વિધાર્થી એ1 ગ્રેડમાં સ્થાન મેળવી શકયો નથી. એ2 ગ્રેડમાં પણ ગયા વર્ષની તુલનાએ 161થી ઘટીને માત્ર 26 પરીક્ષાર્થી સ્થાન મેળવી શકયા છે. બી1 અને બી2 ગ્રેડમાં પ્રમાણ ઘટ્યુ઼ છે.લોઅર રિઝલ્ટ ગણાતા સી2 અને ડી ગ્રેડમાં છાત્રોની સંખ્યા ચિંતાજનક રીતે વધી છે.

જિલ્લામાં છેલ્લા દશ વર્ષનું પરિણામ

200462.82

200582.13

200696.73

200791.05

200893.16

200991.78

201089.08

201183.66

201284.16

201370.78

201475.84

201550.57

જિલ્લામાં કેન્દ્રવાર પાંચ વર્ષનુ઼ં પરિણામ

કેન્દ્ર20102011 2012 2013 2014 2015

પાટણ90.0986.13 78.86 55.13 62.80 40.66

કોઇટા97.9594.74 99.43 95.11 95.68 73.82

વાયડ...... 98.97 92.79 87.03 85.61

સિધ્ધપુર85.0984.78 80.04 72.67 75.35 49.55

ચાણસ્મા75.5767.49 98.85 50.94 59.67 44.41

ધીણોજ97.3382.73 91.64 83.48 87.34 40.77

હારીજ...... 85.49 82.30 85.52 46.13

રાધનપુર86.9276.98 71.63 59.73 69.19 46.99

શંખેશ્વર95.2689.16 84.74 82.32 82.95 38.82

વારાહી...86.26 92.68 80.95 76.40 75.76

બાલીસણા99.5393.60 92.82 93.13 85.00 51.81

મેથાણ...... ... ... 95.07 57.50

શિક્ષણક્ષેત્રે | 2014 માં રાજ્યમાં મા અને 2012માં 1 લા ક્રમે રહેલો જિલ્લો 24 મા ક્રમે ધકેલાઇ ગયો

ધો12 સામાન્ય પ્રવાહનુ પરીણામ શનિવારે વેબસાઇટ પર જાહેર કરતા પાટણના વિધાર્થી પાસ થતા ખુશખુશાલ જોવા મળ્યા હતા./ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...