• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણની શહેરની બી.ડી.હાઇસ્કૂલમાં ટાટ ની તાલીમનું ઉદ્દઘાટન

પાટણની શહેરની બી.ડી.હાઇસ્કૂલમાં ટાટ ની તાલીમનું ઉદ્દઘાટન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડગામ માર્કેટયાર્ડના ચેરમેન પદે કેશરભાઇ ચૌધરી પુન: બિનહરિફ

પાટણમાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા શાળાઓમાં ફુટબોલ વિતરણ

ભાભર પાસે ટ્રેકટરની ટક્કરથી રિક્ષામાં સવાર મહિલાનું મોત

મલેશીયન યુનિવર્સિટી સાથે પાટણની ઉ.ગુ.યુનિવર્સિટીએ કરાર કર્યા

અંબાજીમાં 41 બટુકોએ સમૂહમાં યજ્ઞોપવિત ધારણ કરી

વડગામ |માર્કેટયાર્ડના ચેરમેનને બે વર્ષ પૂર્ણ થતાં આગામી બે વર્ષ માટે નવા ચેરમેનની વરણી કરવા ગુરુવારે જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા માર્કેટયાર્ડના સંચાલક મંડળની બેઠક બોલાવી હતી. જેમાં કેશરભાઇ ચૌધરી પુન: બિન હરિફ ચેરમેનપદે ચૂંટાયા હતા. પ્રંસગે વડગામ ભાજપના પૂર્વ પ્રમુખ ફલજીભાઇ ચૌધરી સહિત તાલુકાના અગ્રણીઓ, વેપારીઓ, ખેડૂતો અને માર્કેટયાર્ડના ડીરેકટરોએ કેશરભાઇને ફુલહાર પહેરાવી શુભેચ્છાઓ પાછવી હતી.

પાટણ |જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં બાળકોને રમત ગમતમાં સહાયભુત થવાના હેતુ઼થી રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા 650 શાળાઓમાં ફુટબોલનું વિતરણ કરાયુ઼ હતું. શહેરની કે.કે.ગર્લ્સ હાઇસ્કૂલમાં વિવિધ શાળાઓને ફુટબોલ આપવામા઼ આવ્યા હતા.જે પ્રસંગે શિક્ષણાધીકારી બી.એમ.નીનામા હાજર રહયા હતા તેમ ફાઉન્ડેશનના જિલ્લા પ્રતીનીધી મુકેશ દેસાઇએ જણાવ્યું હતું.

ભાભર |તાલુકાના વાવડી ગામના જેલાબેન બળવંતજી ઠાકોર(ઉ.વ.40) ગુરુવારે બપોરે રિક્ષામાં બેસી ભાભરથી વાવડી તરફ જઇ રહ્યા હતા. ત્યારે સામેથી પુરઝડપે આવી રહેલા ટ્રેકટરના ચાલકે ગફલતભર્યું ડ્રાઇવીંગ કરતાં ટ્રેકટરની ટ્રોલી રિક્ષા સાથે ટકરાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષામાં સવાર જેલાબેન ઠાકોરને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે લઇ જવાતા રસ્તામાંજ તેમનું મોત નિપજ્યું હતું. અંગે બળવંતીજ સુબાજી ઠાકોરે ટ્રેકટરચાલક વિરૂદ્ધ ભાભર પોલીસ મથકે ફરિયાદ નોધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

પાટણ |ભારતની યુનિવર્સીટીઓના એકેડેમિક લીડર્સનું એક પ્રતીનિધી મંડળ 23 થી 28 મે સુધી મલેશીયાની મુલાકાતે ગયુ હતું. જેમાં હેમચંદ્રાચાર્ય ઉ.ગુ.યુનિ.ના આર્કીટેકટ વિભાગના પ્રો.રાજેશ મહેતા પણ ગયા હતા. ડેલીગેશને યુનિવર્સીટી ઓફ મલાયા અને લીમ કોક વીંગ યુનિવર્સીટીની મુલાકાત લીધી હતી. જેમાં લીમ કોક યુની.સાથે સ્ટુડન્ટ એક્ષ્ચેન્જ, ટીચર એક્ષ્ચેન્જ અને જોઇન્ટરીસર્ચ ઇન આર્કીટેકચર પ્રોજેકટ માટે ઉ.ગુ.યુની.એ એમઓયુ કર્યા હતા.

અંબાજી |માંરવિવારે યજ્ઞ આચાર્ય શ્રવેતાંગ શાસ્ત્રીના વૈદિક મંત્રો અને શાસ્ત્રોક્ત વિધિ મુજબ શરૂ થયેલા સમારંભમાં 41 બટુકોએ સૂર્યનારાયણની સાક્ષીએ યજ્ઞોપવિત ધારણ કરી હતી. જ્યારે પાંચ નવ યુગલોએ પ્રભૂતામાં પગલા પાડયા હતા. પ્રસંગે બ્રહ્મસમાજના આગેવાન શૈલેષભાઇ જોષી, જગદીશભાઇ દવે, માૈલીન વૈષ્ણવ, ગણપતભાઇ જોષી, નરેશ રાજા સહિત મોટી સંખ્યામાં બ્રહ્મસમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી આર્શિવચન પાઠવ્યા હતા.

ફટાફટ સમાચાર

પાટણ |શહેરની બી.ડી.સાર્વજનીક વિધાલયમાં યજમાન શાળા અને જી.એચ.પટેલ બીએડ કોલેજ હાજીપુરના ઉપક્રમે બીએડનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી આવતી ટેટ અને ટાટની પરીક્ષાની તાલીમનો વર્ગ શરુ કરવામાં આવ્યો છે જેમાં પ્રથમ બેચમાં 80 તાલીમાર્થીઓ લાભ લઇ રહયા છે.વર્ગનું ઉદ્ઘાટન ડી.આઇ પટેલ અને ડો.બી.આર.દેસાઇના હસ્તે કરાયું હતું.ઓધારભાઇ દેસાઇ, એસ.આર.રાજપુતે સંચાલન કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...