• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • ઊંઝા થી મુંદ્રા લઇ જવાતા એરંડાના રૂ.6.75 લાખના જથ્થાનું બારોબારીયું

ઊંઝા થી મુંદ્રા લઇ જવાતા એરંડાના રૂ.6.75 લાખના જથ્થાનું બારોબારીયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉંઝાઉનાવા રોડ પર આવેલ ગોડાઉનમાંથી એરંડાનો રૂ.675000 ની કિંમતનો જથ્થો ભરીને મુંદ્રા અદાણી મિલમાં જવા નીકળેલી ટ્રકના ચાલક દ્વારા બારોબાર પધરાવી દઇ નાસી જવાની ઘટના પ્રકાશમાં આવી છે.આ ઘટનામાં આશ્ચર્યની વાત છે કે ટ્રેલરના બે ચાલકો ચોરીનો સામાન સગેવગે કરવા ઝાડીમાં જતા હતા તે વખતે એક ચાલકને સાપ કરડી ગયો હતો અને તેને રાધનપુર ખાનગી દવાખાને દાખલ કરીને બાદમાં બીજો ચાલક છટકી ગયો હતો. દવાખાનામાં ચાલક ભાનમાં આવતાં ભાંડો ફુટ્યો હતો.

ઘટનાની વિગત મુજબ ગાંધીધામના ટ્રાન્સપોર્ટ કમિશન એજન્ટ અમરીશભાઇ નવીનભાઇ ગોરધનભાઇને મુન્દ્રા સ્થિત અદાણી મિલમાં એરંડાનો જથ્થો મહેસાણાના ઉંઝાથી ઉનાવા રોડ પર આવેલ ગોડાઉનમાંથી ભરીને મુંદ્રા મિલમાં પહોંચાડવાનો ઓર્ડર મળતા તેમણે મોકલેલી ટ્રકના ડ્રાઇવર ચાંદખાન ઉંમરખાન બલોચ અમદાવાદ જુહાપુરા અને યાહીયાખાન અંસારાલીખાન પઠાણ લાલગંજ વાળા ટ્રક(જીજે 1સીટી 1904)માં 240 બોરી એટલે કે 18 ટન જથ્થો પટેલ ધર્મેન્દ્રકુમાર દશરથભાઇના ગોડાઉનમાંથી ભરીને રવાના થયા હતા પણ જથ્થો મુંદ્રા મિલમાં પહોંચ્યો હોતો. તપાસ કરાવતાં ટ્રક સીનાડ પાસેની ચૌધરી હોટલ નજીકથી બિનવારસી હાલતમાં મળી આવી હતી.

જે અંગે કમીશન એજન્ટ અમરીશભાઇએ બંને ચાલકો સામે વારાહી પોલીસ મથકે ફરીયાદ નોંધાવતાં ઘટનાની તપાસ વારાહી પોલીસે હાથ ધરી હતી .

દરમ્યાન ટ્રકના સહાયક ચાલક યાહીયાખાન પઠાણ રાધનપુર શ્રીજી હોસ્પિટલમાં બેહોશીમાંથી બહાર આવતાં તેઓએ ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો. તેના જણાવ્યા મુજબ તેઓ ગોખાંતર પાસે ખેતરમાં માલ સગેવગે કરવા ગયેલા ત્યારે તેને સાપ કરડેયો હતો.જોકે ચાંદખાન માલ લઇને કયાં ગયા છે તેની તેને જાણ નથી. રાધનપુરથી કમીશન એજન્ટને હકીકતની જાણ થતાં એજન્ટે વારાહી પોલીસને જાણ કરી હતી .વારાહી પીએસઆઇ પી.કે.પટેલે જણાવ્યું કે ફરાર ટ્રક ડ્રાયવરની શોધ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...