તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કુલપતિ ગોદારાએ રૂા.50 હજારની લાંચ લીધી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોલેજ 40 લાખ કમાતી હૈ, તો 10 પરસન્ટ હોતા હૈ 4 લાખ : કુલપતિ

હેમચંદ્રાચાર્યઉત્તર ગુજરાત યુનિવર્સીટીમાં કાર્યકાળના છેલ્લા દિવસે કુલપતિ ર્ડા.આર.એલ.ગોદારા સામે એક બીએડ કોલેજમાં વિદ્યાર્થી સંખ્યા ફાળવવા પેટે રૂા.50,000 લાંચ લીધી હોવાનો આક્ષેપ રણેલાની સરસ્વતી બીએડ કોલેજના ટ્રસ્ટી હરેશ પટેલે કરતાં સનસનાટી પ્રસરી જવા પામી હતી.જોકે કામ થતાં ટ્રસ્ટીએ અગાઉ આપેલ નાણા ગુરુવારે પરત માંગણી કરતા કુલપતિએ તેમની ચેમ્બરમાં રૂા.50હજાર રોકડ આપી હતી. કુલપતિ ગોદારાના છેલ્લા દિવસે તેમના વિદાય સમારોહના અડધા કલાક પહેલા તેમની ચેમ્બરમાં સઘળો ડ્રામા ભજવાયો હતો. મામલો કુલપતિના છેલ્લા દિવસે નાટકીય રીતે જાહેરમાં લાવવામાં આવતાં બંને તરફ શંકાની લકીરો છવાઇ હતી.

મહેસાણામાં કુલપતિ સાથે કામ બાબતે થયેલ વાતચીતનું વીડીયો રેકોર્ડિગ હોવાનું પણ બાદમાં ટ્રસ્ટીએ જણાવ્યુ હતું.જોકે કુલપતિએ ઉછીના પૈસા લીધા હતા,બીજા પાસેથી પણ જરૂરતમાં ઉછીના પૈસા લેતો હતો જેમને પરત કરી દઇશ કહીને ચેમ્બરમાંથી વિદાય સમારોહમાં ચાલી નીકળ્યા હતા.

રણેલા કોલેજના ટ્રસ્ટી હરેશ કીરીટભાઇ પટેલે જણાવ્યુ હતું કે,બી.એડ કોલેજના વિદ્યાર્થીઓની સંખ્યા ફાળવવાનો આદેશ યુનિ દ્વારા કરાયેલ,કુલપતીનો સપર્ક કરતા તે સરકારી ગાડીમાં મહેસાણા ડીમાર્ટ ચોકડી પાસે રાત્રે 11વાગ્યે આવેલ અને સંસ્થામાં વિદ્યાથી સંખ્યા ફાળવવા વાતચીત કરતા કુલપતિએ સંસ્થામાં વિદ્યાર્થી જોઇતા હોય તો રૂા.10લાખ આપવા પડશે.જેમાંથી રૂા.4 લાખ સંખ્યા ફાળવવા પેટે તથા રૂા.6લાખ ઉછીના પેટે.જેથી તે દિવસે તેમને રૂા.50 હજાર રોકડ આપેલ.ત્યારબાદ રૂા.5 ઓગસ્ટે યુનીમાં કુલપતિ સાથે તેમની ચેમ્બરમાં અમારા કામનું શુ઼ થયુ તેવી વાત કરી હતી.ત્યારે કુલપતિએ બી.એ માં બીજુ ડીવીઝન ફાળવવા માટે તમામ કોલેજો પાસેથી પ્રતિકોલેજદીઠ રૂા.બે લાખ લેખે ભેગા કરી આપવાની વાત કરી હતી. રીતે બી.એડ કોલેજોમાં સંખ્યા ફાળવવા માટે કુલપતિએ અંદાજે રૂા. 2 કરોડનાે ભ્રષ્ટાચાર કર્યો હોવાનો ટ્રસ્ટી હરેશ પટેલે આક્ષેપ કર્યો હતો.

કુલપતિએ રૂપિયા 50 હજાર ઉછીના લીધા હતા એમ કહીંને તે રકમ ખિસ્સામાંથી કાઢી પાછા આપ્યા તેે ટ્રસ્ટીએ મીડિયાને બતાવ્યાં હતાં.

કુલપતિ અને ટ્રસ્ટી સાથેના અક્ષરશ: સંવાદની ક્લીપ

ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવા સ્ટીગ કર્યુ : ટ્રસ્ટી

કુલપતિનાભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા માટે રૂા.50હજાર આપ્યા હતા.હું બી.એડ કોલેજ સંચાલક મંડળનો પ્રમુખ હોઇ કુલપતિ દરેક કોલેજદીઠ રૂા.ચાર-ચાર લાખ માગતા હતા,જે વાતચીત કરતા બે-બે લાખ કહેતા હતા.તે વાતચીતની વીડીયોક્લીપ છે.મારી સંસ્થાએ હાઇકોર્ટમાં દાદ માગતા કાયદેસર રાહે મંજૂરી મળી છે. > હરેશકુમારપટેલ( રણેલા બી.એડ કોલેજના ટ્રસ્ટી )

બે લાખનો પગાર અને 50 હજારની ઉધારી ?

પાટણયુનિના કુલપતિ આર.એલ.ગોદારા વધુ સીનીયોરીટી સાથે આવેલા હોઇ તેમનો પગાર અંદાજે રૂા. બે લાખ થી વધુ થતો હતો.આ ઉપરાત કુલપતિને યુનિમાં ફ્રી માં સુવિધાવાળો બંગલો,એક પટાવાળો (માત્ર કપડાં અને કરીયાણાનો ખર્ચ કરવાનો થાય), ઇન્ટરનેટ કોમ્પ્યુટર, લેન્ડલાઇન ફોન, મોબાઇલ, સરકારી ગાડીની સુવિધા મળે છે. જો બધુ હોય તો કોઇની પાસે રૂ.50,000 ઉછીના લેવાની નોબત કેમ આવી તે સવાલ છે.

વીસી: દીમાગકામ નહી કરતા,મૈ દુખી હોતા હુ

ટ્રસ્ટી:મહેસાનાવાલી બાત કરની હૈ

વીસી:પૈસેકી બાત નહી કરો,મુઝે પૈસે કી એલર્જી હૈ,પૈસે કી બાત નહી કરની

ટ્રસ્ટી:50હજારદીયેથે વો

વીસી:યેમૈ વાપસ કર દુંગા,ઉધાર માંગે થે

ટ્રસ્ટી:કોલેજોમે10 કા ઇનટેક કા રાસ્તા કી જીએ,સબકા 100 ઇન્ટેક હોતા હૈ,એનસીટીઇ કા ઓર્ડર હૈ,કોલેજ કહતી હૈ વીસી નહી કરતે

વીસી:પહેલેદી થીω

ટ્રસ્ટી:પ્રુફલાકે દુ,વોટ્સઅપ

વીસી:નહી

ટ્રસ્ટી:આજરાત તક,ઉસકા કીતના લેના હૈ,બોલો

વીસી:એકકોલેજકીતના કમાતી હૈ

ટ્રસ્ટી:50ઇન્ટેકમે 20લાખ,100મે 40લાખ

વીસી:40લાખકમાતી હૈ તો 4લાખ હોતે હૈ,10 પરસન્ટ

ટ્રસ્ટી:40કોલેજદેગી,દો લાખ કરીએ,પ્રુફ દેને કે બાદ કીજીએ,ગુજરાત,સૌરાષ્ટ્ર યુનિને દીયા હૈ,રાત કો પ્રુફ દુ,એકદો ઘંટે બાદ

વીસી:હા



વીસી: દીમાગકામ નહી કરતા,મૈ દુખી હોતા હુ

ટ્રસ્ટી:મહેસાનાવાલી બાત કરની હૈ

વીસી:પૈસેકી બાત નહી કરો,મુઝે પૈસે કી એલર્જી હૈ,પૈસે કી બાત નહી કરની

ટ્રસ્ટી:50હજારદીયેથે વો

વીસી:યેમૈ વાપસ કર દુંગા,ઉધાર માંગે થે

ટ્રસ્ટી:કોલેજોમે10 કા ઇનટેક કા રાસ્તા કી જીએ,સબકા 100 ઇન્ટેક હોતા હૈ,એનસીટીઇ કા ઓર્ડર હૈ,કોલેજ કહતી હૈ વીસી નહી કરતે

વીસી:પહેલેદી થીω

ટ્રસ્ટી:પ્રુફલા કે દુ,વોટ્સઅપ

વીસી:નહી

ટ્રસ્ટી: આજરાત તક,ઉસકા કીતના લેના હૈ,બોલો

વીસી:એકકોલેજ કીતના કમાતી હૈ

ટ્રસ્ટી:50ઇન્ટેકમે 20લાખ,100મે 40લાખ

વીસી:40લાખકમાતી હૈ તો 4લાખ હોતે હૈ,10 પરસન્ટ

ટ્રસ્ટી:40કોલેજદેગી,દો લાખ કરીએ,પ્રુફ દેને કે બાદ કીજીએ,ગુજરાત,સૌરાષ્ટ્ર યુનિને દીયા હૈ,રાત કો પ્રુફ દુ,એકદો ઘંટે બાદ

વીસી:હા



અન્ય સમાચારો પણ છે...