વાદળછાયા વાતાવરણથી વધેલી ઠંડી આજથી ઘટશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | પાટણસહિત ઉત્તર ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છેલ્લા બે દિવસમાં લઘુત્તમ તાપમાન સતત ઘટીને રવિવારે 11 થી 13 ડિગ્રી સુધી પહોંચી જતાં ફરીથી શિયાળા જેવો માહોલ સર્જાયો છે. જોકે, સોમવારથી ફરીથી તાપમાનમાં વધારો થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી જેટલું રહ્યા બાદ છેલ્લા ત્રણેક દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે.અને વરસાદી ઝાપટાંના કારણે તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે. જેમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી આસપાસ અને લઘુત્તમ તાપમાન ઘટીને 11થી 13 ડિગ્રી જેટલું પહોંચતાં ફરીથી શિયાળા જેવી ઠંડી શરૂ થઈ ગઈ છે. શનિવારની રાત્રિ દરમિયાન ડીસામાં 11.2 ડિગ્રી જેટલું નીચું તાપમાન નોંધાયું હતું અને રવિવારે દિવસનું તાપમાન 30 ડિગ્રી નોંધાયું હતું. જો કે, હવે ઉનાળાના પૂર્વીય પવનો શરૂ થઈ ગયા હોઈ આગામી દિવસોમાં તાપમાનમાં ધીમેધીમે વધારો થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અઠવાડિયા બાદ ફરીથી વાદળછાયું વાતાવરણ સર્જાય અને તાપમાન ઘટવાની સંભાવના પણ છે.

અન્ય સમાચારો પણ છે...