તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • પાટણના 55 પગપાળા સંઘોની અંબાજીમાં પ્રવેશ માટે નોંધણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણના 55 પગપાળા સંઘોની અંબાજીમાં પ્રવેશ માટે નોંધણી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાહનો લઇ જવા રજિસ્ટ્રેશન કરાવવું પડે છે

આરાસુરીઅંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભાદરવી પૂનમના મેળામાં આવનાર સંઘોને વાહનોને પ્રવેશ માટે બુકીંગ કરાવવું પડે છે. જેમાં પાટણ પંથકના 55 સંઘોના વાહનને અંબાજીમાં પ્રવેશ માટે વાહન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.

સંસ્થાના સભ્ય મેહુલ પટેલે જણાવ્યુ કે, પાટણ ઝોનમાં પાટણ, ચાણસ્મા, કિમ્બુવા, બાલિસણા, અનાવાડા વગેરે વિસ્તાર આવી જાય છે અને 55 જેટલા સંઘોના વાહનોને અંબાજીમાં પ્રવેશની મંજૂરી મળી છે. દર વર્ષે પાટણ ઝોન દ્વારા એડવાન્સમાં રજીસ્ટ્રેશન કરાવાય છે.

જેમાં પાટણના મણીભદ્ર યુવક મંડળ શાહનો પાડો, બળીયાપાડા મિત્ર મંડળ, ઝીણીપોળ યુથ કલબ, ઉંચીશેરી યુવક મંડળ, દ્વારકેશ મિત્ર મંડળ શારદા ટોકીઝ, જોગીવાડા પગપાળા સંઘ, વાઘેશ્વરી પગપાળા યાત્રા સંઘ ઝવેરી બજાર, કસારવાડા સહ પરિવાર સંઘ, નાગરલીમડી યુવક મંડળ, હરસિધ્ધ પગપાળા સંઘ બુલાખીપાડો, કટકીયાવાડા યુવક મંડળ, બગવાડા વણકરવાસ જયઅંબે સંઘ, ગૌરેગાંવ પગપાળા સંઘ મોટી ભાટીયાવાડ, જળચોક યુવક મંડળ, આરાસુરી યુવક મંડળ, વાઘેશ્વરી મિત્ર મંડળ ઘીવટો, સમર્પણ સેવા સંસ્થાન, સુવિધિનાથ સોસાયટી, સરદાર પટેલ પગપાળા સંઘ ઉપવન બંગ્લોઝ અને ગુર્જરવાડા યુથ કલબનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો